બ્રિટનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, દર બે દિવસે ઓમિક્રોનના કેસોની સંખ્યા થઇ રહી છે ડબલ

|

Dec 17, 2021 | 9:45 AM

Omicron Cases in Britain : યુકેના અધિકારીઓએ કહ્યું છે કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દર બેથી ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે.

બ્રિટનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, દર બે દિવસે ઓમિક્રોનના કેસોની સંખ્યા થઇ રહી છે ડબલ
Corona blast in UK, 88376 cases found in 24 hours,

Follow us on

કોરોના વાયરસના (Corona Virus) નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટને (Omicron Variant) કારણે વિશ્વમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. બ્રિટનમાં તો જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ કેસ નોંધાઇ રહ્યા છે. ગુરુવારે અહીં 24 કલાકમાં 88 હજાર 376 કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. બ્રિટિશ આરોગ્ય અધિકારીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં કેસની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. બુધવાર અને ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત 146 લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકાર બૂસ્ટર ડોઝ પણ ઝડપથી વધારી રહી છે. સમાચાર અનુસાર, બુધવારે 745,183 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.

યુકેના અધિકારીઓએ કહ્યું છે કે કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દર બેથી ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે દેશમાં અન્ય 1,691 ઓમિક્રોન કેસની ઓળખ કરવામાં આવી છે, જેના કારણે કુલ કેસ વધીને 11,708 થઈ ગયા છે. જોકે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે.

ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસરનું કહેવું છે કે શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-19થી દરરોજ હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા અગાઉની સંખ્યા કરતાં વધી જાય. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ભારે અનિશ્ચિતતા હજુ પણ છે. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી ચેપના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવાની ઝુંબેશ તેને રોકવામાં મદદ કરશે. જોન્સને ઓમિક્રોનના ખતરાથી બચવા માટે આ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે, આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે ગણવો નહીં, કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

 

આ પણ વાંચો –

બ્લુ સાડીમાં અંકિતા લોખંડેએ દેખાડ્યો નવી નવેલી દુલ્હનનો અંદાજ, તમે પણ એક્ટ્રેસના લુકને કરી શકો છો કોપી

આ પણ વાંચો –

UP Elections: BJP અને સહયોગી નિષાદ પાર્ટીની આજે પ્રથમ રેલી, અમિત શાહ હાજરી આપશે, ‘સરકાર બનાવો, હક મેળવો’નું સૂત્ર આપ્યું

Next Article