
તારીક રહમાનના શાસનમાં હિન્દુ અલ્પસંખ્યકો બેહાલ છે. તાજેતરમાં જ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ સાથે જે થયું, તે પછી બાંગ્લાદેશ સરકારની ભારે થૂ-થૂ થઈ રહી છે. ચિન્મય દાસના માતા પોતાના પુત્રને છેલ્લી વાર જોવા માંગતા હતા અને અદાલતમાંથી પરવાનગી પણ મળી ગઈ હતી. તેમ છતાંય રાજકીય કાવતરા હેઠળ એક મરતી માતાની છેલ્લી ઈચ્છા પૂરી થવા દેવામાં ન આવી.
રાહ જોતા જોતા માતાના પ્રાણ નીકળી ગયા, ત્યારે જઈને અંતિમ સંસ્કાર માટે ચિન્મય દાસને જેલમાંથી છોડવામાં આવ્યા અને માત્ર 5 કલાકનો સમય આપવામાં આવ્યો. પેરોલ મળ્યા બાદ જેવા જ ચિન્મય બહાર આવ્યા, દુનિયા તેમની હાલત જોઈને કાંપી ઉઠી. તેઓ ક્યારેક રાધા-કૃષ્ણના ચરણોમાં પડીને રોયા તો ક્યારેક માતાના પાર્થિવ શરીરને વળગીને રડી પડ્યા.
હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ લાંબા સમયથી જેલમાં બંધ છે. તાજેતરમાં જ તેમના 71 વર્ષના બીમાર માતા સંધ્યા રાણી ધરનું હોસ્પિટલમાં નિધન થઈ ગયું. માતાની બીમારી દરમિયાન પ્રશાસને ચિન્મય દાસને પેરોલ આપવાની સાફ ના પાડી દીધી હતી, જેના કારણે પુત્રને જોવાની તેમની છેલ્લી ઈચ્છા અધૂરી રહી ગઈ. માતાના મૃત્યુ પછી તેમને અંતિમ સંસ્કાર માટે માત્ર 5 કલાકની પેરોલ મળી.
બહાર આવતા જ ચિન્મય દાસ મંદિર પહોંચ્યા અને ભગવાન રાધા-કૃષ્ણના ચરણોમાં ધ્રુસકે-ધ્રુસકે રોયા, તેમના આંસુઓએ દરેક વ્યક્તિને હચમચાવી દીધા. આ ઘટના અંતરિમ સરકાર અને BNP નેતા તારીક રહમાનની રાજનીતિ પર મોટા સવાલો ઊભા કરે છે.
ચિન્મય કૃષ્ણ દાસના માતા સંધ્યા રાણી ધર ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓ હઠહઝારીની એક હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલના ખાટલા પર પડેલા માતાની બસ એક જ ઈચ્છા હતી કે, તેઓ મરતા પહેલા પોતાના પુત્ર ચિન્માયને એક વાર આંખ ભરીને જોઈ લે.
ચિન્મયના પરિવારે આ માનવીય સંવેદનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન પાસે ગુહાર લગાવી હતી. તેમણે ચટગાંવના ડેપ્યુટી કમિશનર અને જેલ પ્રબંધન સમિતિના અધ્યક્ષ મોહમ્મદ ઝાહિદુલ ઈસ્લામ મિયાંને અરજી આપીને શરતો સાથે પેરોલ માંગી હતી પરંતુ પ્રશાસનનું દિલ ન પીગળ્યું.
પ્રશાસને પરિવારને સ્પષ્ટ જવાબ આપી દીધો કે, કાયદામાં કોઈ બીમાર સગાને મળવા માટે કેદીને પેરોલ આપવાની કોઈ જોગવાઈ નથી. ચિન્મયના ભાઈ અંજન કુમાર ધરે ખૂબ જ ભારે હૈયે જણાવ્યું કે, તેમના માતા પોતાના પુત્ર સાથે થઈ રહેલા અત્યાચારોના કારણે માનસિક રીતે પૂરી રીતે ભાંગી પડ્યા હતા.
જેલમાં ચિન્મયની તબિયત બગડવાના સમાચાર, વારંવાર જામીન અરજી ફગાવી દેવા અને મુક્તિ ન મળવાથી તેઓ ચિંતામાં હતા. તેઓ દરેક વખતે જામીનની તારીખ પર આશા રાખતા હતા પરંતુ નિષ્ફળતા મળતા તેમનો હોસલો તૂટી જતો હતો.
માતા સંધ્યા રાણી ધરના નિધન બાદ ચટગાંવ જિલ્લા પ્રશાસને ચિન્મય દાસને માત્ર 5 કલાકની પેરોલની મંજૂરી આપી. આ પેરોલ માત્ર એટલા માટે આપવામાં આવી, જેથી તેઓ પોતાના માતાના અંતિમ સંસ્કારમાં જોડાઈ શકે. તેમનો અંતિમ સંસ્કાર ચટગાંવના પુંડરીક ધામમાં કરવામાં આવ્યો, જ્યાં તેમના બીજા ભાઈ રંજન કુમાર ધર પણ હાજર હતા.
હવે જેવા જ ચિન્મય દાસ કડક સુરક્ષા વચ્ચે જેલમાંથી બહાર આવ્યા અને પુંડરીક ધામ મંદિર પહોંચ્યા, ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમગીન થઈ ગયું. સોશિયલ મીડિયા પર આ ભાવુક ક્ષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
just to bid farewell to his own mother.
… then marched back into a jail cell. Just !!Watching Chinmoy Krishna Das break down before Shri Krishna has completely shattered my heart, it’s burning my soul !
This is just pure, unadulterated cruelty. People don’t do this even with an enemy!!
Let’s also ask ourselves, our beautiful INDIA: today we are hosting BRICS & so proud of our country that everyone is here
But with all our global influence, our power, and our stature we should have secured basic human rights for a Hindu priest! That also is our jobs! Where else do Hindus have hope of international pressure but from Bharat!
We must use our voice, assert our regional power, show spine and secure & cement our territorial dominance!!
— Tehseen Poonawalla Official (@tehseenp) September 11, 2026
આ વીડિયોમાં સંત ચિન્મય દાસ મંદિરમાં સ્થાપિત રાધા-કૃષ્ણની મૂર્તિના ચરણોમાં પોતાનું મસ્તક મૂકીને ધ્રુસકેને ધ્રુસકે રોતા જોવા મળી રહ્યા છે. જેલના સળિયા પાછળ વિતાવેલા મહિનાઓનો દર્દ અને માતાને ન જોઈ શકવાનો અફસોસ તેમના આંસુઓમાં સાફ છલકાઈ રહ્યો હતો. માત્ર 5 કલાકનો સમય પૂરો થતાં જ પોલીસ તેમને પાછી જેલ લઈ ગઈ. આ દ્રશ્ય જેણે પણ જોયું, તેની આંખો ભીની થઈ ગઈ.
ચિન્મય દાસ પહેલા ઈસ્કોન (ISKCON) સાથે જોડાયેલા રહ્યા છે અને તેઓ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારો માટે અવાજ ઉઠાવનારા મુખ્ય ચહેરાઓમાંથી એક છે. એવામાં જ્યારે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની ભીડ હિન્દુઓની લિંચિંગ કરીને હત્યા કરી રહી હતી, ત્યારે ચિન્મય દાસે અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો.
આ પછી તેમના પર તમામ આરોપો લગાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. તેમના જેલ જતાં જ હિન્દુઓને બચાવનારી અવાજો પણ શાંત થઈ ગઈ.
આ તમામ કાનૂની અડચણોના કારણે તેમને હાલમાં જેલમાંથી મુક્તિ મળવાની કોઈ આશા દેખાઈ રહી નથી.
બાંગ્લાદેશમાં BNP નેતા તારીક રહમાન પર એવા આરોપો લાગી રહ્યા છે કે, તેઓ અલ્પસંખ્યકોની અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજું કે, જે રીતે એક ધાર્મિક ગુરુ અને માનવાધિકાર કાર્યકર્તાને આટલા મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમને માતાના અંતિમ સમયે મળવા પણ ન દેવાયા, તેણે સરકારની દાનત પર મોટા સવાલો ઊભા કર્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તાકાતોને શેહ આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે જ્યારે અલ્પસંખ્યક સમુદાય પોતાના અસ્તિત્વ અને સુરક્ષા માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવે છે, તો તેમના પર દેશદ્રોહ જેવા સખત કાયદા ઠોકી બેસાડવામાં આવે છે. ચિન્મય દાસ સાથે જે થયું, તેને ઘણા લોકો ‘પ્રશાશનિક મહાપાપ’ ગણાવી રહ્યા છે. એક સંતના આંસુ અને એક વૃદ્ધ માતાની અધૂરી હસરતનો હિસાબ આવનારા સમયમાં બાંગ્લાદેશની સરકારે આપવો જ પડશે.
ચિન્મય કૃષ્ણ દાસ સાથે થયેલા આ વ્યવહારની ગૂંજ હવે માત્ર બાંગ્લાદેશ સુધી સીમિત નથી પરંતુ ભારત સહિત પૂરી દુનિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. માનવાધિકાર સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓએ માંગ કરી છે કે, ચિન્મય દાસ વિરુદ્ધ નોંધાયેલા ખોટા કેસો તરત જ પાછા ખેંચવામાં આવે અને તેમને રિહા કરવામાં આવે.
દુનિયાભરના લોકોનું કહેવું છે કે, કોઈ પણ સભ્ય સમાજમાં કોઈ પુત્રને તેની મરતી માતાને મળવાથી રોકવું એ અમાનવીયતાની હદ છે. બાંગ્લાદેશની વ્યવસ્થાએ એ સમજવું પડશે કે, જો તેઓ પોતાના દેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે; તો તેમણે અલ્પસંખ્યકોને સુરક્ષા આપવી પડશે અને રાજકીય ભેદભાવની ભાવનાથી કામ કરવાનું બંધ કરવું પડશે. સંતના વહેતા આંસુ આ વાતની ગવાહી આપી રહ્યા છે કે, બાંગ્લાદેશમાં માનવાધિકારોનું કઈ હદે હનન થઈ રહ્યું છે.