Chinese Balloon: અંદમાન ટાપુ ઉપર ઉડાવવામાં આવ્યું હતું ચીની જાસૂસી બલૂન, ભારતના મિલેટ્રી બેઝની કરી હતી જાસૂસી

જાન્યુઆરી 2022 માં, ચીને ભારતના અંદમાન નિકોબાર ટાપુ પર એક જાસૂસી બલૂન ઉડાવ્યું હતું. આ બલૂન કોનો છે તે અગાઉ જાહેર કરી શકાયું ન હતું, પરંતુ અમેરિકામાં બનેલી ઘટના બાદ હવે ડ્રેગનની પોલ ખુલ્લી પડી ગઈ છે. ભારતનો અંદમાન ટાપુ ચીનની દૂખતી રગ છે.

Chinese Balloon: અંદમાન ટાપુ ઉપર ઉડાવવામાં આવ્યું હતું ચીની જાસૂસી બલૂન, ભારતના મિલેટ્રી બેઝની કરી હતી જાસૂસી
અંદમાન ઉપર ઉડાવવામાં આવ્યું હતું ચીની જાસૂસી બલૂન, ભારતના મિલેટ્રી બેઝની કરી હતી જાસૂસી
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 07, 2023 | 12:36 PM

અમેરિકામાં જાસૂસી બલૂન ઉડાવનારા ચીને જાન્યુઆરી 2022માં હિંદ મહાસાગરમાં ભારતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર જાસૂસી બલૂન ઉડાવ્યું હતું. રક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે આ ચીની જાસૂસી બલૂનની ​​તસવીર પણ સામે આવી હતી.

નવભારત ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ 2000માં પણ ચીને જાપાન ઉપર આવો જ એક જાસૂસી બલૂન ઉડાવ્યો હતો. અમેરિકાના F-22 ફાઈટર જેટે રાષ્ટ્રપતિ બાઈડનના આદેશ પર મિસાઈલ છોડીને ચીનના આ જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતુ. અમેરિકાના જડબાતોડ જવાબથી ચીન ગુસ્સે થયુ છે.

બલુન ભૂલથી અમેરિકા ઉપર ગયું હોવાનો દાવો

અમેરિકાના પ્રસિદ્ધ સંરક્ષણ નિષ્ણાત એચઆઈ સટનએ ખુલાસો કર્યો છે કે ભારતના સેનાના વિસ્તારની જાસૂસી કરવા માટે ચીનના હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ચીનના બલૂનના ખુલાસાથી અમેરિકામાં હલચલ મચી ગઈ છે, પરંતુ ચીન સરકારે દાવો કર્યો છે કે તે નાગરિક ઉપયોગ માટે હતો. ચીને એવો પણ દાવો કર્યો છે કે તે ભૂલથી અમેરિકા ઉપર ગયો હતો. નિષ્ણાતો ચીનના આ દાવા સાથે સહમત નથી.

ચીનની સેના સાથે જોડાયેલું છે જાસૂસી બલૂન

એચઆઈ સટ્ટને જણાવ્યું હતું કે લેટિન અમેરિકામાં એક ચાઈનીઝ બલૂન ચક્કર લગાવી રહ્યું છે, જે હાલમાં કોસ્ટા રિકો અને કોલંબિયા વચ્ચે છે. આ જાસૂસી બલૂનો ચીની સેના સાથે જોડાયેલા હોવાનો મજબૂત પુરાવો છે. આ ચાઈનીઝ બલૂનો છેલ્લા એક વર્ષથી ચક્કર લગાવી રહ્યા છે અને તેમની એક સેટ પેટર્ન પણ છે.

 

 

તેમણે કહ્યું કે આ પહેલા ભારતના ખૂબ જ મહત્વપૂર્ણ નેવલ બેઝ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પણ ઉડાન ભરી હતી અને તેની તસવીર પણ સામે આવી હતી. ભારતનો આ ટાપુ મલક્કા સ્ટ્રેટ પાસે છે, જ્યાંથી ચીનની ડોક પકડી શકાય છે. ચીનનો મોટાભાગનો વેપાર આ માર્ગથી થાય છે.

તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી

તેમણે ખુલાસો કર્યો હતો કે જાન્યુઆરી 2022 માં અંદમાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર પર એક ચીની જાસૂસી બલૂન ઉડતો જોવા મળ્યો હતો. આ ચાઈનીઝ જાસૂસી બલૂનની ​​તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી, પરંતુ તે કોનો બલૂન હતો તે જાણી શકાયું નથી.

જો કે ત્યારે પણ આ બલૂન ચીનનો હોવાની શંકા હતી. 6 જાન્યુઆરી 2022ના રોજ સ્થાનિક મીડિયા સંસ્થા અંદમાન શિખાના રિપોર્ટમાં આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે હવે સવાલ એ છે કે કઈ એજન્સીએ આ બલૂન શા માટે ઉડાવ્યો હતો. અંદમાનની કોઈ એજન્સીએ તેને નથી ઉડાવ્યો તો તેને જાસૂસી માટે મોકલવામાં આવ્યો હતો તે મોટો સવાલ છે?

સમગ્ર વિશ્વમાં જાસૂસી બલૂન ઉડાવી રહ્યું છે ચીન

અંદમાન શિખાએ એમ પણ કહ્યું હતું કે, આધુનિક ઉપગ્રહોના આ યુગમાં ઉડતી વસ્તુથી કોણ જાસૂસી કરશે. અમેરિકામાં બનેલી ઘટનાએ હવે ખુલાસો કર્યો છે કે ચીન આખી દુનિયામાં જાસૂસી બલૂન ઉડાવી રહ્યું છે. અગાઉ ફેબ્રુઆરી 2022માં યુએસમાં આવો જ એક જાસૂસી બલૂન જોવા મળ્યો હતો અને યુએસએ તેને મારવા માટે તેનું F-22 રેપ્ટર ફાઇટર જેટ મોકલ્યું હતું. જોકે તે સમયે ચીની જાસૂસ બલૂનની ​​તસવીર સામે આવી ન હતી.

Published On - 12:08 pm, Tue, 7 February 23