આ વર્ષના અંત સુધીમાં ચીનનું પોતાનું સ્પેસ સ્ટેશન બનશે, ચીને અવકાશયાત્રીઓને રવાના કર્યા

|

Nov 30, 2022 | 9:09 AM

ચાઇના(CSS)નું સ્પેસ સ્ટેશન પણ રશિયાના ISS માટે પ્રતિસ્પર્ધા કરશે. વૈજ્ઞાનિકો કહે છે કે CSS આગામી વર્ષોમાં ISS બાદ એકમાત્ર અવકાશ સ્ટેશન બની રહેશે.

આ વર્ષના અંત સુધીમાં ચીનનું પોતાનું સ્પેસ સ્ટેશન બનશે, ચીને અવકાશયાત્રીઓને રવાના કર્યા
ચીનની અવકાશમાં સિદ્ધિ (ફાઇલ ફોટો)

Follow us on

અમેરિકા અને ચીન વચ્ચે હંમેશા ગળાકાપ સ્પર્ધા રહેતી હોય છે. આર્થિક વિકાસની સાથે અવકાશ ક્ષેત્રે પણ બંને દેશો સ્પર્ધામાં ઉતર્યા છે. હવે અમેરિકાને પછાડવા ચીને 3 અવકાશયાત્રીઓને અવકાશયાન દ્વારા તેના સ્પેશ સ્ટેશન પર મોકલ્યા છે. મંગળવારે ચીને આ અવકાશયાત્રીઓને રવાના કર્યા છે. Shenzhou-15 અવકાશયાન ચીને રવાના કર્યું છે. જેને ચીનના Jiuquan સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરાયું હતું. તેમાં ત્રણ અવકાશયાત્રીઓ – ફેઈ જુનલોંગ, ડેંગ કિંગમિંગ અને ઝાંગ લુને રવાના કર્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ મામલે cmsએ માહિતી આપતા જણાવ્યું છેકે આ મિશનના ફેઇ કમાન્ડર રહેશે. વધુમાં સીએમએસએના ડાયરેક્ટરના મદદનીશ જી કિમિંગે જણાવ્યું કે આ પ્રક્ષેપણ લોંગ માર્ચ-2એફ રોકેટ દ્વારા કરાયું હતું.

6 મહિના સુધી અવકાશયાત્રીઓ ભ્રમણકક્ષામાં રહેશે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોંધનીય છેકે ચીનના આ અવકાશયાનના ક્રૂ મેમ્બર્સ લગભગ છ મહિના સુધી ભ્રમણમાં કાર્યરત રહેશે, આ સમય દરમિયાન અવકાશ સ્ટેશનનું બાંધકામ નીચલી ભ્રમણકક્ષામાં પૂર્ણ કરવાની સંભાવનાઓ જતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે ચાઇન દ્વારા તેના સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલ આ ત્રીજું માનવ મિશન છે. આ તમામ કામગીરીનું બાંધકામ પૂર્ણ થયા પછી, ચીન જ વિશ્વનો પ્રથમ દેશ બનશે કે જેનું અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આ પહેલા રશિયાએ સ્પેશ સ્ટેશન બનાવ્યું છે. પરંતુ, રશિયાનું iss (સ્પેસ સ્ટેશન) ઘણાબધા દેશોના સહયોગથી બનાવવામાં આવ્યું છે. ચીન દ્વારા અગાઉ જાહેર કરાયેલી યોજના અનુસાર, સ્પેસ સ્ટેશન આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

અવકાશમાં ચીનનો સૌથી વધુ કચરો છે

દુનિયાભરમાં રોકેટનો કાટમાળનો સૌથી વધારે કચરો ચીનનો છે. સત્તાવાર અહેવાલમાં કહેવાયું છે કે આ અવકાશયાત્રીઓ આવતા વર્ષે મે મહિનામાં ધરતી પર પાછા ફરશે. ચીનનું સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે આ ત્રીજું માનવસહિત મિશન છે.

ચીન અમેરિકાની જેમ ચંદ્ર પર માનવ મોકલશે.

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ 16 નવેમ્બરે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી તેનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું હતું. 100-મીટર લાંબા આર્ટેમિસ વાહનનો હેતુ ચંદ્રની દિશામાં માનવરહિત અવકાશયાત્રી કેપ્સ્યુલ ફેંકવાનો હતો. ઓરિઓન તરીકે ઓળખાતું અવકાશયાન આ ચોક્કસ ઉડાન માટે માનવરહિત છે.

 

 

Next Article