Career News: ચીનમાં અભ્યાસ પૂર્ણ કરશે ભારતીય વિદ્યાર્થીઓ, બે વર્ષ પછી બેઈજિંગ ફરીથી આપશે વિઝા

|

Aug 23, 2022 | 8:20 AM

X1-વિઝા, એવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેઓ ઉચ્ચ શૈક્ષણિક શિક્ષણ (Higher academic education) માટે લાંબા ગાળા માટે ચીન (china) જવા માંગે છે.

Career News: ચીનમાં અભ્યાસ પૂર્ણ કરશે ભારતીય વિદ્યાર્થીઓ, બે વર્ષ પછી બેઈજિંગ ફરીથી આપશે વિઝા
Indian Students China

Follow us on

ચીને સોમવારે કોવિડ પ્રતિબંધોને કારણે ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને (Indian students) બે વર્ષથી વધુ સમય પછી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતીયો માટે બિઝનેસ વિઝા (Business Visa) સહિત વિવિધ કેટેગરીના વિઝા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચીનના વિદેશ મંત્રાલયના (Ministry of External Affairs) એશિયન અફેર્સ વિભાગના કાઉન્સેલર જી રોંગે ટ્વીટ કર્યું, “ભારતીય વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન……! તમારી ધીરજ સાર્થક થઈ. હું, હકીકતમાં, તમારો ઉત્સાહ અને ખુશી સમજી શકું છું. ચીનમાં આપનું સ્વાગત છે…!’

જી રોંગના ટ્વિટમાં નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને ચીનમાં કામ કરતા લોકોના પરિવારો માટે વિઝા રજૂ કરવાની વિગતવાર જાહેરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેરાત અનુસાર, X1-વિઝા એવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જેઓ ઉચ્ચ શૈક્ષણિક શિક્ષણ માટે લાંબા સમય સુધી ચીન જવા માગે છે. તેમાં નવા વિદ્યાર્થીઓ ઉપરાંત, એવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ચીન પરત ફરવા માગે છે. આવી સ્થિતિમાં ચીને જૂના વિદ્યાર્થીઓની સાથે નવા વિદ્યાર્થીઓ માટે પણ પોતાના દરવાજા ખોલી દીધા છે.

ચીને પરત ફરતા વિદ્યાર્થીઓની માંગી હતી યાદી

હકીકતમાં, કોવિડ વિઝા પ્રતિબંધોને કારણે 23,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે. તેમાંથી મોટાભાગના મેડિકલ વિદ્યાર્થીઓ (Medical students) છે. ચીને એવા લોકોના નામ માંગ્યા હતા જેઓ તેમના અભ્યાસ માટે તરત જ પાછા ફરવા માગે છે અને ત્યારબાદ ભારતે કેટલાક સો વિદ્યાર્થીઓની યાદી આપી હતી. શ્રીલંકા, પાકિસ્તાન, રશિયા અને અન્ય કેટલાક દેશોના કેટલાક વિદ્યાર્થીઓ તાજેતરના અઠવાડિયામાં ચાર્ટર્ડ ફ્લાઇટમાં ચીન પહોંચી ચૂક્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિલ્હીમાં ચીની દૂતાવાસની વેબસાઈટ પર પ્રકાશિત એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ વિઝા પ્રતિબંધોને કારણે ચીનની મુસાફરી ન કરી શકતા નવા વિદ્યાર્થીઓ તેમજ જૂના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા (Student visa) આપવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 1,000થી વધુ જૂના ભારતીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, આ વિદ્યાર્થીઓની સામે સૌથી મોટી સમસ્યા ચીન પરત ફરવાની હશે, કારણ કે ભારત અને ચીન વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી.

(ભાષા ઇનપુટ સાથે)

Next Article