ચીને (China) દાવો કર્યો છે કે સૈનિકોને બખ્તર-વેધન હથિયારોથી બચાવવા માટે વિશ્વની સૌપ્રથમ હલકી અને લવચીક બોડી શિલ્ડ (Body Shield) બનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોડી શિલ્ડ પર ‘આર્મર-પિયર્સિંગ ઇન્સેન્ડિયરી’ (API) ગોળીઓના ત્રણ રાઉન્ડ મારવામાં આવ્યા હતા. આ દરમિયાન, બંદૂકને બોડી શિલ્ડ પર પોઈન્ટ-બ્લેન્ક રેન્જથી ગોળી ચલાવવામાં આવી હતી. પરંતુ આ ગોળીઓ બખ્તરને વીંધવામાં સફળ ન થઈ. 7.62 mm API બુલેટ મૂળ રીતે નષ્ટ કરવા માટે બનાવવામાં આવી હતી.
હુનાન યુનિવર્સિટી ખાતે સિવિલ એન્જિનિયરિંગ કોલેજના મુખ્ય પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ પ્રોફેસર ઝુ દેજુએ જણાવ્યું હતું કે, એક વખત ગોળી બોડી શીલ્ડ પર વાગતાં તેની એનર્જી ખતમ થઈ ગઈ હતી. આ સાથે તે કોઈ નિશાન વગર ગાયબ થઈ ગઈ હતી. ગોળીઓના કારણે બોડી શિલ્ડની પાછળ રબરની દિવાલ પર નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનો 20 મીમી સુધી ઊંડા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ ડિઝાઇનને અમેરિકન આર્મી દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. તે જ સમયે, આ વિચારનો ઉપયોગ કરીને ચીને હવે વિશ્વની પ્રથમ બોડી શિલ્ડ તૈયાર કરી છે.
અમેરિકાની પિનેકલ આર્મર નામની કંપનીએ વર્ષ 2000માં સ્કેલ પ્રકારના બખ્તર વિકસાવ્યું હતું, જે ત્રણ An-47 બુલેટનો સામનો કરી શકે છે. જો કે, યુએસ સૈન્યએ કંપની સાથે સોદો કર્યો તે પહેલાં, યુદ્ધ દરમિયાન તેમાં છિદ્ર થવાની શક્યતા વધુ હતી. સેનાએ 48 રાઉન્ડ ગોળીબાર કર્યો અને જાણવા મળ્યું કે 13 ગોળીઓ આ બોડી કવચમાં ઘૂસવામાં સક્ષમ હતી. તો બીજી તરફ ઊંચા તાપમાન, પરસેવો અને રણ જેવા જોખમી વાતાવરણમાં બોડી શિલ્ડ પૂરતા પ્રમાણમાં સુરક્ષિત ના હતી. આ કારણે અમેરિકાએ આ ડિઝાઇન અપનાવી ન હતી.
ઝુ દેજુની ટીમના જણાવ્યા અનુસાર, સ્કેલ બખ્તર ગ્રાસ કાર્પ નામની તાજા પાણીની માછલીથી પ્રભાવિત થઈને તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રાસ કાર્પ ભીંગડા કાપવા અથવા ભેદવું મુશ્કેલ છે. જેના કારણે આ માછલી શિકારીઓના જડબામાંથી સુરક્ષિત રીતે છટકી જાય છે. આ પછી ટીમે બોડી શિલ્ડની રચના કરી જે પિસ્તોલની ગોળીઓનો સામનો કરી શકે. પરંતુ API ગોળીનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગોળી શિલ્ડમાં ખૂબ જ ઝડપથી ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચો : બાળકોની હાઈટ હંમેશા માતા-પિતા કરતા વધારે કેમ હોય છે ? નથી ખબર તો વાંચો કારણ
આ પણ વાંચો : Happy Birthday Ramesh Sippy : ‘શોલે’ પછી એવી બીજી કોઈ ફિલ્મ ના બનાવી શક્યા રમેશ સિપ્પી, હવે છે ફિલ્મોથી દૂર