
આપણો ભારત દેશ એક કૃષિપ્રધાન છે. અનાજ, ફળો અને શાકભાજીની લોકો ખેતી કરે છે. જો કે માછલી ઉછેર, મરઘાં ઉછેર અને આવા અન્ય કામો પણ ખેતી સાથે સંબંધિત છે, પરંતુ જો તમને કહેવામાં આવે કે તમારે સાપની ખેતી (Snake Farming) કરવી જોઈએ, તો તે તમને હેરાન કરનાર લાગશે.
પરંતુ આજે અમે તમને સાપ સાથે સંબંધિત ખેતી અને તેનાથી થતી મોટી કમાણી વિશે જાણકારી આપીશું. સાપને જોતા જ લોકો ભાગી જાય છે અથવા તો તેને મારી નાખવામાં આવે છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો સાપની ખેતી કરીને કરોડો રૂપિયા કમાય છે.
આ દેશનું નામ પણ તમારા માટે ખૂબ જ જાણીતું છે, કારણ કે સમયાંતરે આ દેશના ખાવાના વિચિત્ર સમાચાર ચર્ચામાં રહે છે. આ દેશનું નામ છે ચીન, જ્યાં કરવામાં આવે છે સાપની ખેતી. ચીનના ઝિસિકિયાઓ ગામના લોકોએ સાપની ખેતી કરીને એટલી બધી કમાણી કરી છે, જેના વિશે તમે વિચારી પણ નહીં શકો. આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સાપની ખેતી છે, જેના લીધે આ ગામ સ્નેક વિલેજ તરીકે પણ ઓળવામાં આવે છે.
આ ગામ સમગ્ર વિશ્વમાં સાપ ઉછેર માટે ફેમસ છે, જ્યાં લગભગ દરેક ઘરમાં સાપની ખેતી કરવામાં આવે છે. ત્યાંના બધા ઘરોમાં સાપની ખેતી જ કરવામાં આવે છે. લગભગ એક હજાર ઝિસિકિયાઓ ગામની વસ્તી છે અને આ ગામમાં રહેતો દરેક વ્યક્તિ 30 હજાર સાપ પાળે છે. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે કરોડો સાપની ખેતી આ ગામમાં દર વર્ષે થાય છે.
અહીં જે સાપ પાળવામાં આવે છે તેમાં એક કરતા વધુ ખતરનાક સાપ છે, જેમાં પોતાના ઝેરથી 20 લોકોને મોતને ઘાટ ઉતારનાર કોબ્રા, થોડી જ ક્ષણમાં ડંખ મારીને લોકોને પાગલ કરી દે એવા અજગર કે વાઈપર પણ હોય છે. આ ગામમાં આ સિવાય સાપની ઘણી ખતરનાક પ્રજાતિઓ પણ પાળવામાં આવે છે.
રમકડાંને બદલે ઝિસિકિયાઓ ગામમાં જન્મેલું બાળક સાપ સાથે રમે છે. આ ગામના લોકો સાપથી બિલકુલ ડરતા નથી, કારણ કે તેઓ સાપની ખેતીમાંથી જ કમાણી કરે છે. સાપનું માંસ, શરીરના અન્ય અંગો અને તેનું ઝેર બજારમાં વેચીને ઝિસિકિયાઓ ગામના લોકો સારી કમાણી કરે છે. કદાચ તમને નહીં ખબર હોય કે સાપનું ઝેર સોના કરતા પણ વધુ કીમતી છે અને સૌથી ભયાનક સાપના એક લીટર ઝેરની કિંમત 3.5 કરોડ રૂપિયા સુધી છે.
સાપનું માંસ પણ ચીનમાં ખવાય છે અને આ રીતે આ ગામના લોકો લાખો રૂપિયાની કમાણી કરે છે. જેમ ભારતમાં ચીઝ-પનીર ખાવામાં આવે છે તેવી જ રીતે ત્યાં સાપનું માંસ ખાવામાં આવે છે. ત્યાં સાપનું શાક અને સાપનું સૂપ સૌથી વધુ લોકપ્રિય છે. દવા બનાવવા માટે સાપના અંગો ખૂબ જ ઉપયોગી છે. તેમાંથી કેન્સર માટેની દવાઓ બનાવવામાં આવે છે.
આ ગામમાં કાચ અને લાકડાના બોક્સમાં સાપને પાળવામાં આવે છે. જ્યારે સાપ મોટા થાય ત્યારે તેમને કતલખાને લઈ જવામાં આવે છે. ત્યારબાદ પહેલાં તેમના ઝેરને બહાર કાઢવામાં આવે છે. સાપને માર્યા બાદ સાપનું માંસ અને અન્ય અંગોને અલગ અલગ કરી દેવામાં આવે છે. તડકામાં સાપની ચામડી કાઢીને સૂકવવામાં આવે છે. સાપના માંસનો ઉપયોગ દવા અને ખોરાક બનાવવા માટે થાય છે, જ્યારે સાપની ચામડીનો ઉપયોગ મોંઘા પટ્ટા અને અન્ય વસ્તુઓ બનાવવા માટે થાય છે.
યેંગ હોંગ ચેંગ નામનો ખેડૂત ઝિસિકિયાઓ ગામમાં થોડા સમય પહેલા રહેતો હતો. એક દિવસ તે બહુ બીમાર પડ્યો પરંતુ ગરીબીને કારણે તે નાણાં ભેગા કરી શકતો ન હતો, આ દરમિયાન તેને પોતાનો ઈલાજ કરવા માટે એક જંગલી સાપને પકડ્યો અને તે સાપમાંથી દવા બનાવી. આ પછી ચેંગને લાગ્યું કે માણસોને સાપ માત્ર જ મારતા નથી, પરંતુ સાપના ભાગોમાંથી બનેલી દવા દ્વારા લોકોનો જીવ પણ બચાવી શકાય છે.
ત્યારબાદ તેને આ બધું જોઈને સાપની ખેતી શરૂ કરી અને તેમાંથી તેને ઘણો ફાયદો થયો. ચેંગને જોઈને ઝિસિકિયાઓ ગામના બીજા લોકોએ સાપની ખેતી કરવાનું વિચાર્યું. ટૂંક સમયમાં જ આ ગામના લોકોએ આ કામને પોતાની રોજગારી બનાવી લીધી. પરંતુ આ ગામના લોકો એક સાપથી ડરે છે અને આ સાપનું નામ છે FIVE STEP SNAKE.
આ પણ વાંચોઃ Niger News: નાઈજરમાં વણસી સ્થિતિ, કેન્દ્રએ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું, જાણો સમગ્ર સ્થિતિ
આ સાપના આવા નામ પાછળ એક વાર્તા પણ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ સાપ કોઈને ડંખ મારે તો તે પાંચ ડગલાં પણ ચાલી શકતો નથી અને તે મરી જાય છે. તેના મજબૂત ઝેરને કારણે બજારમાં તેની કિંમત ઘણી વધારે છે અને તેને પાળવા માટે કેટલાક ખાસ પ્રકારના વૃક્ષોની જરૂર પડે છે. આ વૃક્ષ આ ગામમાં ઉગાડવામાં આવે છે અને તે ઝાડ પર આ સાપ તેનું જીવન પસાર કરે છે. કોરોના મહામારીને કારણે ચીનની સરકારે આ ગામમાં 6 મહિના માટે સાપ પાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો