China Taiwan Conflict પેલોસીની મુલાકાતથી અકળાયુ ચીન, મધ્યરાત્રીએ અમેરિકાના રાજદૂતને બોલાવી ખખડાવ્યા, વિશ્વને ડરાવવા તાઈવાનની ફરતે શરુ કર્યો યુદ્ધ અભ્યાસ

|

Aug 03, 2022 | 1:49 PM

અમેરિકાના સંસદના સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઇવાન પહોંચ્યા હતા. જેના પર ચીને તાત્કાલિક વિરોધ વ્યક્ત કરતા અમેરિકાના રાજદૂતને અડધી રાત્રે બોલાવીને નેન્સી પેલોસીની મુલાકાતનો ભારે વિરોધ નોંધાવ્યો છે. ચીનની સેનાએ તાઇવાન ટાપુને ઘેરીને રાતથી જ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.

China Taiwan Conflict પેલોસીની મુલાકાતથી અકળાયુ ચીન, મધ્યરાત્રીએ અમેરિકાના રાજદૂતને બોલાવી ખખડાવ્યા, વિશ્વને ડરાવવા તાઈવાનની ફરતે શરુ કર્યો યુદ્ધ અભ્યાસ
Nancy Pelosi visit Taiwan

Follow us on

ચીનની (China) ધમકી બાદ મંગળવારે રાત્રે યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસી (US House Speaker Nancy Pelosi) તાઈવાન પહોંચી હતી. ત્યારથી ડ્રેગનનો પારો સાતમા આસમાન પર છે. ચીનએ યુએસ સંસદના સ્પીકરની તાઇવાનની મુલાકાતનો  (Nancy Pelosi’s Taiwan visit ) સખત વિરોધ દર્શાવીને મધ્યરાત્રિએ ચીનમાં અમેરિકાના રાજદૂત નિકોલસ બર્ન્સને બોલાવ્યા હતા. જેમાં ચીને અમેરિકાના રાજદૂતને આગ્રહ કર્યો હતો કે પેલોસીની તાઈવાન મુલાકાત ખુબ જ ગંભીર છે. તેના પરિણામો ખૂબ જ એટલા જ ગંભીર આવશે. ચીને અમેરિકાના એમ્બેસેડરને ધમકી આપતા કહ્યું કે તેઓ હવે ચૂપચાપ બેસી રહેશે નહીં. યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીનું વિમાન તાઈવાનના તાઈપેઈમાં ઉતરતાની સાથે જ, ચીનની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (Chinese Army Pla) એ તાઈવાન ટાપુને ઘેરીને યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. ગઈકાલે રાત્રે ચીનના 21 ફાયટર જેટ તાઈવાનની હવાઈ સરહદમાં ઘૂસી ગયા હતા.

મધ્યરાત્રિએ પીએલએ મિસાઇલ છોડી!

યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતના વિરોધમાં PLAએ મધ્યરાત્રિથી તાઈવાનની આસપાસ સૈન્ય કવાયત શરૂ કરી છે. ચીનની સરકારી મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, PLAએ મધ્યરાત્રિએ તાઈવાનના પૂર્વમાં મિસાઈલ અભ્યાસ શરૂ કર્યો છે. પીએલએના યુદ્ધ અભ્યાસમાં મિસાઇલો તેમજ J-20 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. અગાઉ, ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે PLA તાઇવાન ટાપુ પર પેલોસીની મુલાકાતનો સામનો કરવા માટે લક્ષિત લશ્કરી કાર્યવાહીની શ્રેણી શરૂ કરશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ચીન રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાની મજબૂતીથી બચાવ કરશે. જ્યારે તાઈવાને દાવો કર્યો હતો કે ચીને તેની તરફ 21 ફાઈટર જેટ મોકલ્યા છે.

ચીનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું, અમેરિકાને કિંમત ચૂકવવી પડશે

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ચીનના ઉપ વિદેશ મંત્રી ઝી ફેંગે અમેરિકાના રાજદૂતને બોલાવીને સ્પષ્ટતા કરી છે કે અમેરિકાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા મુજબ, ઝીએ કહ્યું છે કે ચીન જરૂરી અને સંકલ્પબધ્ધ જવાબો લેશે અને અમે જે કહીએ છીએ તે જ અમારો અર્થ છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

ઝીએ કહ્યું કે યુએસ સરકારે પેલોસીના અપ્રમાણિક પગલાને રોકવું જોઈએ અને તેને ઐતિહાસિક વલણની વિરુદ્ધ જતા અટકાવવું જોઈએ. પરંતુ, તેના બદલે અમેરિકા આ મુલાકાતમાં સામેલ થયું, એટલુ જ નહી આ સમગ્ર મુલાકાતમાં અમેરિકાનું મેળાપીપણું પણ સામે આવ્યું છે. અમેરિકાની આ કાર્યપધ્ધતિથી તાઈવાનમાં તણાવ વધશે અને ચીન-યુએસ સંબંધોને ગંભીર નુકસાન થશે.

China, China Taiwan Conflict, Chinese Army Pla, Nancy Pelosi, Nancy Pelosi visits Taiwan

Published On - 6:38 am, Wed, 3 August 22

Next Article