ચીન વિશ્વના 53 દેશમાં ચલાવે છે 100થી વધુ ગુપ્ત પોલીસ સ્ટેશન, જાણો કેવી રીતે કરે છે કામ, શો છે તેનો હેતુ

|

Apr 19, 2023 | 7:11 AM

ચીને આ પહેલા નકારી કાઢ્યું છે કે તે આવા કોઈ ગુપ્ત પોલીસ સ્ટેશન ચલાવે છે. તેઓ તેમને વિદેશમાં રહેતા નાગરિકો માટે 'સેવા કેન્દ્રો' કહે છે.

ચીન વિશ્વના 53 દેશમાં ચલાવે છે 100થી વધુ ગુપ્ત પોલીસ સ્ટેશન, જાણો કેવી રીતે કરે છે કામ, શો છે તેનો હેતુ
Chinas secret police station

Follow us on

ચીન તેની અવનવી યુક્તિઓ માટે વિશ્વભરમાં જાણીતુ છે. તે તેના દુશ્મન દેશો અથવા તે એવા દેશો પર નજર રાખે છે જ્યાંથી તેમને પડકાર મળી રહ્યા છે. જો કે સમયાંતરે ચીનની પોલ દુનિયાની સામે ખુલી જાય છે. હવે સામે આવ્યું છે કે ચીન અમેરિકાના ન્યૂયોર્કમાં ‘સિક્રેટ પોલીસ સ્ટેશન’ ચલાવતું હતું. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ ગુપ્ત પોલીસ સ્ટેશન મેનહટનના ચાઇનાટાઉનથી ચાલતું હતું. ન્યૂયોર્ક પોલીસે 61 વર્ષીય લુ જિયાનવાંગ અને 59 વર્ષીય ચેન જિનપિંગની ધરપકડ કરી છે. ચીને આ પહેલા નકારી કાઢ્યું છે કે તે આવા કોઈ ગુપ્ત પોલીસ સ્ટેશન ચલાવે છે. તેઓ તેમને વિદેશમાં રહેતા નાગરિકો માટે ‘સેવા કેન્દ્રો’ કહે છે.

યુ.એસ.નો આરોપ છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ વિદેશી પોલીસ સ્ટેશન સ્થાપવા માટે લુ અને ચેને ચીનના જાહેર સુરક્ષા મંત્રાલય વતી સાથે મળીને કામ કર્યું હતું. જો કે તે 2022 માં બંધ થઈ ગયું હતું. તેમને આ મામલામાં એફબીઆઈની તપાસની જાણ થઈ.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

અમેરિકાનું કહેવું છે કે આ ગુપ્ત પોલીસ સ્ટેશન ન્યુયોર્ક શહેરની મધ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આમ કરીને ચીને અમેરિકાના સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનના 53 દેશોમાં 100 થી વધુ ગુપ્ત પોલીસ સ્ટેશન આવેલા છે.

સેફગાર્ડ ડિફેન્ડર્સ અનુસાર, સપ્ટેમ્બર 2021 સુધીમાં, ચીને 54 ગુપ્ત પોલીસ સ્ટેશન બનાવ્યા હતા. આ પછી, માહિતી સામે આવી કે ડિસેમ્બર 2022 સુધીમાં, તેમાં 48 વધુ ગુપ્ત ચીનના પોલીસ સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. આ રીતે તેમની કુલ સંખ્યા 102 થઈ ગઈ.

આ પછી 13 દેશોમાં પણ તપાસ શરૂ થઈ. ચીનનો દાવો છે કે આ ‘સર્વિસ સ્ટેશન’ છે જે ચીનને અન્ય દેશોમાં જવા માટે મદદ કરે છે. સ્થાનિક સ્વયંસેવકો ચીની નાગરિકોના દસ્તાવેજોને નવીકરણ કરવામાં મદદ કરે છે.

જો કે, આ ગુપ્ત પોલીસ સ્ટેશનોની મદદથી ચીન દેશ છોડીને ભાગી ગયેલા લોકો પર નજર રાખે છે. એટલું જ નહીં, ચીની નાગરિકો પર ગુનાહિત આરોપોનો સામનો કરવા માટે આ પોલીસ સ્ટેશનોમાંથી પાછા ફરવાનું દબાણ કરવામાં આવે છે. આવા ગુપ્ત પોલીસ સ્ટેશનનો ઉપયોગ ધમકી આપવા અને વિરોધીઓ પર નજર રાખવા માટે પણ કરવામાં આવે છે.

ચીનનું કહેવું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન આવી વધુ ઓફિસો ખોલવામાં આવી હતી. આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, યુકે, હંગેરી, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ચિલી, ઉઝબેકિસ્તાન, ચેક રિપબ્લિક, ગ્રીસ, સ્પેન, ઇટાલી, રોમાનિયા, સર્બિયા, ક્રોએશિયા સહિતના ઘણા દેશોમાં આવા ગુપ્ત પોલીસ સ્ટેશનો આવેલા છે.

આ અંગે જાણ થતાં જ આયર્લેન્ડે ચીનના પોલીસ સ્ટેશનને બંધ કરી દીધું હતું. એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ નવેમ્બર 2022માં કહ્યું હતું કે તેમની એજન્સી આવા સ્ટેશનોના રિપોર્ટ પર નજર રાખી રહી છે.

 

 ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                           આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article