China Plane Crash: ચીનના(China) સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના (Civil Aviation Administration) ડેપ્યુટી ડાયરેક્ટર હુ ઝેનજિયાંગે શનિવારે જણાવ્યુ હતુ કે, આ અઠવાડિયે ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન પ્લેનના (China Eastern Plane) તમામ 132 મુસાફરો અને ક્રૂના મૃત્યુ થયા છે. રોઈટર્સ અનુસાર હુ એ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યુ હતુ કે શોધ અને બચાવ ટીમે દુર્ઘટના સ્થળેથી 120 પીડિતોના DNA ની ઓળખ કરી હતી. જો કે અહેવાલો અનુસાર પ્લેનનું બીજું બ્લેક બોક્સ હજુ સુધી મળ્યુ નથી.
ઉપરાંત ચાઈના ડેલીએ સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના સમાચારને ટાંકીને માહિતી આપી છે કે બીજું બ્લેક બોક્સ મળ્યુ નથી. આ બ્લેક બોક્સની શોધથી દુર્ઘટનાના કારણ વિશે મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે, જેમાં 132 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ‘કોકપિટ વોઈસ રેકોર્ડર’ (CVR) તરીકે પ્રાપ્ત થયેલ પ્રથમ બ્લેક બોક્સનું બેઈજિંગ સ્થિત લેબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
All 132 passengers and crew on a China Eastern plane that crashed this week died, Hu Zhenjiang, deputy director of the Civil Aviation Administration of China was quoted as saying by Chinese state media on Saturday: Reuters (1/2)
— ANI (@ANI) March 26, 2022
તમને જણાવી દઈએ કે બીજુ બ્લેક બોક્સ પ્લેનના પાછળના ભાગમાં હતુ અને તેને ‘ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ (FDR) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. FDR એરક્રાફ્ટની ઝડપ, ઊંચાઈ અને દિશા તેમજ પાઈલટ દ્વારા લેવામાં આવેલી ક્રિયાઓ અને મહત્વપૂર્ણ સિસ્ટમોની કામગીરીને આ બોક્સ રેકોર્ડ કરે છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ MU5735, જે લગભગ 29,100 ફૂટની ઉંચાઈથી બે મિનિટ અને 15 સેકન્ડમાં 9,075 ફૂટની ઊંચાઈએ પહોંચી ગઈ હતી, બાદમાં તે પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયુ હતુ.
ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના એરક્રાફ્ટ સેફ્ટી ઓફિસના વડા ઝુ તાઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં CVRના ડેટા સ્ટોરેજ યુનિટનો નાશ થયો હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ચીનના પરિવહન મંત્રાલયે જણાવ્યું કે ચાઈના ઈસ્ટર્ને તેના તમામ બોઈંગ 737-800 બંધ કરી દીધા છે. જેને કારણે સ્થાનિક હવાઈ મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો છે, કારણ કે 2020ની શરૂઆતમાં ચીનમાં કોવિડ -19 ફાટી નીકળવાના કારણે તે પહેલાથી જ અટકાવી દેવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : પુતિનના ‘કર્મો’ ની સજા ભોગવી રહ્યું છે રશિયાનું 198 વર્ષ જૂનું ઓક વૃક્ષ ! જાણો શું છે સમગ્ર મામલો
Published On - 7:20 am, Sun, 27 March 22