China News : ઐતિહાસિક ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર પર ચીનની ઉડી ઉંઘ, ચીની વિદેશ મંત્રાલયનું આવ્યું નિવેદન

|

Sep 12, 2023 | 9:08 AM

જ્યારે ચીન BRI પ્રોજેક્ટ દ્વારા રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે ભારતે રેલ, રોડ અને જહાજ દ્વારા યુરોપ સુધી પહોંચવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોરે હવે ચીનની ઊંઘ હરામ કરી દીધી છે. IMEC પ્રોજેક્ટ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ માટે મોટો પડકાર છે.

China News : ઐતિહાસિક ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર પર ચીનની ઉડી ઉંઘ, ચીની વિદેશ મંત્રાલયનું આવ્યું નિવેદન
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

China News: G2O સમિટ બાદ ભારતે રેલ, રોડ અને જહાજ દ્વારા યુરોપ પહોંચવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા-વેસ્ટ એશિયા-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ કોરિડોરમાં ભારત ઉપરાંત UAE, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટલી, જર્મની અને અમેરિકા જેવા શક્તિશાળી દેશો સામેલ છે. પીએમ મોદીની આ જાહેરાતથી ચીનની ઉંઘ ઉડી ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: Fighter Airfield : લદ્દાખમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ, આજે રાજનાથ સિંહ કરશે શિલાન્યાસ, ચીનને મોટો આંચકો

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જો ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર ‘ભૌગોલિક રાજકીય સ્ટંટ’ ન બને તો અમે તેનું સ્વાગત કરીએ છીએ. મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન વિકાસશીલ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં મદદ કરવા માટેની તમામ પહેલ અને કનેક્ટિવિટી અને વિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું સ્વાગત કરે છે, પરંતુ કનેક્ટિવિટી પહેલ ખુલ્લી, સમાવિષ્ટ અને સિનર્જિસ્ટિક હોવી જોઈએ અને ભૌગોલિક રાજકીય દાવપેચ ન કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

IMEC પ્રોજેક્ટ ચીનના BRI પ્રોજેક્ટને પડકારશે

વાસ્તવમાં આ ઈકોનોમિક કોરિડોર ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ દેશોએ એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે IMEC પ્રોજેક્ટ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)ને સીધો પડકાર આપશે, જેના પર ચીન છેલ્લા 10 વર્ષથી પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યું છે. અત્યાર સુધી ચીને BRI પ્રોજેક્ટ પર અબજો ડોલરનો ખર્ચ કર્યો છે.

ચીન શા માટે ચિંતિત છે?

તમને જણાવી દઈએ કે IMEC હેઠળ ભારતના બંદરોને UAE સાથે જળમાર્ગ દ્વારા જોડવામાં આવશે. ત્યારબાદ તેને રોડ અને રેલ દ્વારા સાઉદી સાથે જોડવામાં આવશે. આ પછી તેને જોર્ડન, ઈઝરાયેલ અને ઈટલી સાથે જોડવામાં આવશે. વર્ષ 2013માં ચીને BRI પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. છેલ્લા 10 વર્ષોમાં, વિશ્વના 150થી વધુ દેશોએ ચીન સાથે BRI કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચીન ઓક્ટોબરમાં ત્રીજા બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article