China: ચીટર ચીનનો તાલિબાની નિર્ણય, તિબેટમાં બહાર પાડ્યો ફતવો, ઘર દીઠ એક વ્યક્તિની PLAમાં ભરતી ફરજિયાત

તિબેટ પોતાને ચીનનો ભાગ નથી ગણતું અને પોતાની આઝાદી માટે લડી રહ્યું છે. અને આમ કરીને ચીન તિબેટની આ આઝાદીની લડાઈને ડામી દેવા માંગે છે.

China: ચીટર ચીનનો તાલિબાની નિર્ણય, તિબેટમાં બહાર પાડ્યો ફતવો, ઘર દીઠ એક વ્યક્તિની PLAમાં ભરતી ફરજિયાત
તિબેટીયનોને આર્મી ટ્રેનીંગ બાદ તેને લદ્દાખ, ઉત્તરાખંડ, અને અરુણાચલ પ્રદેશની સામે તિબેટ બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:03 PM

China: પાછલા વર્ષે ગલવાનમાં ભારત સામે ઘૂંટણ ટેકવી દેનારું ચીન હવે ભારત સામે સામી છાતીએ આવવાથી ડરી રહ્યું છે. જેને લઈને હવે તેને તિબેટિયનો (tibetan) ને પોતાનો હાથો બનાવવાના મનસૂબા કેળવી લીધા છે. અને તાલિબાની નિર્ણય લેતા ચીને હવે તિબેટમાં ઘર દીઠ એક વ્યકતીને ફરજિયાત ચીની સેના (People’s Liberation Army – PLA) માં ભરતી થવાનો આદેશ આપ્યો છે.

Chinaની આવી અવળચંડાઈને જોતાં એક વાતનો અંદાજો આવી જાય છે કે 2035 સુધીમાં ભારત સાથેના યુદ્ધની તૈયારીઓનો એક ભાગ છે. તિબેટના દરેક પરિવાર માંથી એક વ્યક્તિનું સેનામાં ભરતી થઈ જવાથી કામ પૂરું નથી થઈ જતું. ચીન પ્રત્યે તેની વફાદારી પણ સાબિત કરવાની રહેશે. કારણ કે તિબેટ પોતાને ચીનનો ભાગ નથી ગણતું અને પોતાની આઝાદી માટે લડી રહ્યું છે. અને આમ હિટલર શાહી આદેશ જારી કરીને ચીન, તિબેટની આ આઝાદીની લડાઈને ડામી દેવા માંગે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર તિબેટીયનો (tibetan) ને આર્મી ટ્રેનીંગ (Army Training) બાદ તેને લદ્દાખ, ઉત્તરાખંડ, અને અરુણાચલ પ્રદેશની સામે તિબેટ બોર્ડર (Tibet Border ) પર તૈનાત કરવામાં આવશે. સાથે સાથે તેઓએ ચીનની મંડારિન ભાષા (chinese language mandarin) પણ શીખવી પડશે અને ચીન પ્રત્યે વફાદારી દર્શાવવા માટે તિબેટને સંપૂર્ણ પણે ચીનનો હિસ્સો ગણવો પડશે તેમજ ચાઇનીઝ કૉમ્યુનિટી પાર્ટી (CCP) પ્રત્યે વિશ્વાસુ બની રહેવું પડશે.

આપને જણાવી દઈ એ કે તિબેટીયનોને સેનામાં લેવાનું એક ખાસ કારણ છે. તિબેટના લોકો હિમાલયની કાતીલ ઠંડી અને ખતરનાક વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા છે. જે ચીની સૈનિકો સહન નથી કરી શકતા. પોતાના કદ-કાઠીના કારણે ક્યાય પણ સરળતાથી ચડી જાય છે તેમજ સ્થાનિક હોવાને કારણે અહીના વાતાવરણ અને વિસ્તારમાં સરળતાથી ઢળી જાય છે.

બીજું કારણ ચીન પર વધતા આંતરરાષ્ટ્રીય દબાણને ઘટાડવાનું છે. તિબેટીયનોને તેની સેનામાં સામેલ કરીને ભારત સામે ખાસ ઓપરેશન કરવાની પણ યોજના છે. જો આ યોજનામાં તિબેટીયન સૈનિકો માર્યા જાય છે, તો ચીન સરળતાથી વિશ્વને કહી શકશે કે તિબેટીઓ તેમના વતન ચીનને બચાવવા માટે શહીદ થયા છે.

 

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે