તો શું ત્રીજું વિશ્વ યુદ્ધ થશે ? ચીન યુક્રેન સામે રશિયાને મદદ કરવાનું કરી રહ્યું છે પ્લાનિંગ

|

Mar 01, 2023 | 2:20 PM

અમેરિકાના રક્ષા મંત્રાલયના મુખ્યાલય પેન્ટાગોને કહ્યું છે કે, જો ચીન આ નિર્ણય લેશે તો તેનો નિર્ણય ખોટો ઠરશે.

તો શું ત્રીજું વિશ્વ યુદ્ધ થશે ? ચીન યુક્રેન સામે રશિયાને મદદ કરવાનું કરી રહ્યું છે પ્લાનિંગ
Image Credit source: Google

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ રશિયાના હુમલા હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે વધુ એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં ચીન રશિયાની મદદ કરી શકે છે. આ જાણકારી અમેરિકાએ જ આપી છે.

યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું કે એવા સંકેતો મળી રહ્યા છે કે, ચીન યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાને મદદ કરવા પર વિચાર કરી રહ્યું છે જે વિનાશક બની શકે છે. પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એવા સંકેત મળ્યા છે કે તેઓ તેના પર વિચાર કરી રહ્યા છે.

પેન્ટાગોન નજર રાખી રહ્યું છે

મારી પાસે આ સંબંધમાં કોઈ વધારાની માહિતી અથવા કોઈ ગુપ્ત માહિતી નથી, સિવાય કે ચીને રશિયાને મદદ કરવાનો વિચાર છોડ્યો નથી, તેમણે કહ્યું. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ ખોટો નિર્ણય હશે. તેમણે કહ્યું કે આ એવી બાબત છે જેના પર પેન્ટાગોન ચાંપતી નજર રાખી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

આ પણ વાચો: રશિયાના વિદેશ મંત્રી પહોંચ્યા ભારત, કહ્યું- અમેરિકાની વિનાશક નીતિથી દુનિયા આપત્તિના આરે છે

રાયડરે કહ્યું, આપણે એ ન ભૂલવું જોઈએ કે જો તેઓ આવું કરશે તો તેનું શું પરિણામ આવશે. આ બિનજરૂરી રીતે સંઘર્ષને વધારશે, પરિણામે વધુ નિર્દોષ લોકોના જીવ જશે કારણ કે રશિયા યુક્રેનિયન નાગરિકો સામે તેનું અભિયાન ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે આખરે તે ચીન પર નિર્ભર કરે છે, પરંતુ સવાલ એ છે કે શું એક દેશ તરીકે ચીન પોતાને એવા દેશોની છાવણીમાં મૂકવા માંગે છે જે એક રાષ્ટ્ર તરીકે યુક્રેનને નષ્ટ કરવા અને નિર્દોષ લોકોની હત્યા કરવા માંગે છે.

અમેરિકાની વિનાશક નીતિથી દુનિયા આપત્તિના આરે છે: રશિયા

રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે એકીકૃત એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે ભારતના G20 પ્રમુખપદની પ્રતિબદ્ધતાને સમર્થન આપીએ છીએ જે બહુપક્ષીય મુત્સદ્દીગીરીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિભાજનને અટકાવશે. તેમણે કહ્યું કે યુએસ અને તેના સહયોગીઓની વિનાશક નીતિએ વિશ્વને આપત્તિના આરે લાવી દીધું છે, સામાજિક-આર્થિક વિકાસને પાછળ ધકેલી દીધો છે અને સૌથી ગરીબ દેશોની સ્થિતિ ગંભીર રીતે ખરાબ કરી છે.

Next Article