China Economy Crisis ચીન પોતાની જ કપટી ચાલમાં ફસાયું, શું શ્રીલંકા જેવી થશે સ્થિતિ ?

|

Aug 03, 2022 | 7:58 AM

વિશ્વના ઘણા દેશ આ સમયે આર્થિક અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યાં છે. આ દરમિયાન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ચીનમાં પણ ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે. ચાલો જાણીએ કે શું શ્રીલંકા જેવી સ્થિતિ ચીનમાં પણ સર્જાશે ?

China Economy Crisis ચીન પોતાની જ કપટી ચાલમાં ફસાયું, શું શ્રીલંકા જેવી થશે સ્થિતિ ?
China Economy Crisis (symbolic image)

Follow us on

આ વર્ષની પ્રારંભે શરૂ થયેલા યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ (Ukraine Russia War) પછી વધતો જતો ફુગાવો અને ઉર્જા સંકટને કારણે વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ જોખમમાં મુકાઈ છે. યુરોપ આર્થિક મંદીની ઝપેટમાં હોય તેમ લાગે છે, જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો લગભગ નાદાર થઈ ગયા છે. અમેરિકા અને ભારતમાં રિટેલ મોંઘવારી દર 7 ટકાથી નીચે આવવાનું નામ નથી લઈ રહ્યો. તો બીજી તરફ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ચીનમાં (China) બેંકો અને બાંધકામ ક્ષેત્ર (Housing sector) માં ભારે હલચલ મચી ગઈ છે. ચીનની ‘ઝીરો કોરોના’ નીતિના કારણે હવે તેની અર્થવ્યવસ્થા ઘટી રહી છે, જેની સીધી અસર રિયલ એસ્ટેટમાં મંદી અને બેંકો નાદાર થવાની સંભાવનાને કારણે જોવા મળી રહી છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આવતા વર્ષે એપ્રિલ સુધીમાં ચોક્કસપણે ચીનમાં આર્થિક સંકટની (China Economy Crisis) અસર જોવા મળશે. તો આર્થિક કટોકટીની સાથોસાથ સરકારમાં ફેરબદલ અને પડોશી દેશો સાથે યુદ્ધની સ્થિતિ પણ જોવા મળે તો નવાઈ નહી.

બુધ-કેતુના કપટ યોગમાં ફસાયું ચીન

નાના દેશોને લોન આપીને તે દેશની રાષ્ટ્રીય સંપત્તિ હડપ કરવાની ચીનની નીતિ હવે તેની અર્થવ્યવસ્થા પર અસર કરવા જઈ રહી છે. ચીનની કુંડળી 1 ઓક્ટોબર 1949ના બપોરે 3:15 કલાકની છે. ચીનની કુંડળી મકર રાશિની છે. જેમાં ચંદ્ર પણ મકર રાશિમાં સ્થિત છે. મકર રાશિની આ કુંડળીમાં નવમા ભાવમાં બળવાન બુધ તેની રાશિમાં છે અને તે અશુભ ગ્રહો કેતુ અને સૂર્ય સાથે સંયોગમાં છે, જે તત્વ અનુસાર કપટી યોગ બનાવે છે.

ચીનની કુંડળીમાં ગુલિકા પણ બુધ સાથે ભળવાથી આ ‘કપટી યોગ’ને વધુ અશુભ બનાવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીનની નીતિ રહી છે કે આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પૂર્વ યુરોપ, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશોમાં મોટા પ્રોજેક્ટ્સ માટે સસ્તી લોન આપીને સરકારોના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર કબજો જમાવવો, જે હવે બુધમાં કેતુની ચાલી રહેલા અશુભ ગ્રહને કારણે ચીન પર જ ભારે પડશે. હાલમાં મકર રાશિમાં સંક્રમણ કરી રહેલો શનિ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વર્ષના અંત સુધીમાં સરકારમાં મોટો ફેરફાર કરવા દબાણ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેતુની આ અશુભ અંતર્દશા આવતા વર્ષે 17મી ફેબ્રુઆરી સુધી છે, જે પહેલા ચીનની અર્થવ્યવસ્થા ખૂબ જ સુસ્ત રહેશે અને ત્યાંની કેટલીક બેંકો નાદાર પણ થઈ શકે છે. અર્થતંત્રને જલદી જ ગતિ મળશે. આવતા વર્ષે એપ્રિલ પછી ચીનની અર્થવ્યવસ્થામાં ફરી તેજી આવશે, પરંતુ તે પહેલા આ વર્ષે ભારત કે તાઈવાનની સરહદો પર યુદ્ધ જેવી સ્થિતિ અથવા કોઈ સૈન્ય સંઘર્ષને કારણે વિશ્વ વેપાર પર ખરાબ અસર પડશે.

Next Article