G-20 થી ચીનને લાગ્યો મોટો ઝટકો ! BRIમાંથી અલગ થવાની તૈયારી કરી રહ્યુ છે ઈટાલી

|

Sep 10, 2023 | 7:38 PM

ચીન તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પર ઘણા નાણા ખર્ચી રહ્યું છે, પરંતુ હવે તેને આ પ્રોજેક્ટ પર ઈટાલી તરફથી ફટકો મળવા જઈ રહ્યો છે. સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે ઇટાલીએ BRIમાંથી ખસી જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચીનના પીએમ લી ક્વિંગ સાથેની મુલાકાત દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ આવા સંકેતો આપ્યા હતા.

G-20 થી ચીનને લાગ્યો મોટો ઝટકો ! BRIમાંથી અલગ થવાની તૈયારી કરી રહ્યુ છે ઈટાલી
Giorgia Meloni

Follow us on

નવી દિલ્હીમાં બે દિવસીય G-20 સમિટ (G20 Summit) આજે રવિવારે સમાપ્ત થઈ. ચીન (China) અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષો આ કોન્ફરન્સમાં સામેલ થયા ન હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનના વડાપ્રધાન લી કેકિયાંગને તેમના પ્રતિનિધિ તરીકે દિલ્હી મોકલ્યા હતા. જો કે, ચીનને G20 તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કારણ કે સંગઠનનું મહત્વપૂર્ણ સભ્ય ઈટાલી હવે તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ BRIમાંથી ખસી જવાની યોજના બનાવી રહ્યું છે અને તેણે આ અંગે પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આવા સંકેતો આપ્યા

ચીન તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પર ઘણા નાણા ખર્ચી રહ્યું છે, પરંતુ હવે તેને આ પ્રોજેક્ટ પર ઈટાલી તરફથી ફટકો પડવા જઈ રહ્યો છે. સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે ઇટાલીએ BRIમાંથી ખસી જવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચીનના પીએમ લી ક્વિંગ સાથેની મુલાકાત દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ આવા સંકેતો આપ્યા હતા.

ઈટાલી BRIમાંથી કેમ પીછેહઠ કરી રહ્યું છે?

ચીનના વડાપ્રધાન લીએ શનિવારે ઇટાલિયન પીએમ મેલોની સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. આ મીટિંગ મહત્વપૂર્ણ છે કારણ કે ઇટાલી ચીનની BRIમાંથી ખસી જવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે તે માને છે કે આ પ્રોજેક્ટે અપેક્ષિત પરિણામો આપ્યા નથી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પ્રોજેક્ટથી તેને કોઈ ફાયદો નથી મળી રહ્યો

ઈટાલીનું કહેવું છે કે ચીનના અબજો રૂપિયાના પ્રોજેક્ટથી તેને કોઈ ફાયદો નથી મળી રહ્યો. જો કે, જ્યોર્જિયા મેલોનીએ દિલ્હીમાં લી સાથેની તેમની મુલાકાત દરમિયાન, અહીં રોકાણ અને વ્યવસાય માટે ન્યાયી અને ભેદભાવ રહિત બિઝનેસ વાતાવરણ પૂરું પાડવાનું વચન આપ્યું હતું.

BRI ના જવાબમાં નવો કોરિડોર

આ પહેલા શનિવારે G20 કોન્ફરન્સ દરમિયાન ભારતે અમેરિકા અને અન્ય ઘણા દેશો સાથે મળીને મહત્વાકાંક્ષી ઈન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોરની જાહેરાત કરી હતી. આ નવા કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કોરિડોરમાં 8 દેશો જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Pakistan News: તુર્કીયેના રાષ્ટ્રપતિએ ભારતના કર્યા વખાણ, પાકિસ્તાનને લાગશે મરચા !

આ કોરિડોરની જાહેરાત ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા G20 સમિટમાં સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ સમજૂતી બાદ ભારતને એ વાતનો ફાયદો થશે કે તે અરબી સમુદ્ર, ઓમાનની ખાડી અને પર્શિયન ગલ્ફના દરિયાઈ માર્ગો દ્વારા સીધો સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે જોડાઈ જશે. જો બધું બરાબર રહેશે તો ભારતની મદદથી UAE અને સાઉદી અરેબિયા વચ્ચે રેલવે લાઇન પણ નાખવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article