China Energy Crisis: દાયકા બાદ સૌથી મોટા વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ચીન, ઘણા શહેરમાં ફેક્ટરી કરવામાં આવી બંધ, જાણો શું છે તેની હાલત

|

Oct 10, 2021 | 4:58 PM

China Electricity Crisis: આખી દુનિયા પર વીજળી સંકટનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ચીન પણ છેલ્લા કેટલાક દિવસથી આ વીજ સંકટનો સામનો કરે છે. વીજળી સંકટના કારણે ઘણા કારખાનામાં કામ બંધ કરવાની સ્થિતિ આવી છે.

China Energy Crisis: દાયકા બાદ સૌથી મોટા વીજળી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ચીન, ઘણા શહેરમાં ફેક્ટરી કરવામાં આવી બંધ, જાણો શું છે તેની હાલત
File photo

Follow us on

China Electricity Shortage Coal: વિશ્વભરમાં વીજળી કટોકટી (Electricity Shortage) સામે આવી રહી છે. ત્યારે ચીન (China) પણ એક દાયકામાં તેના સૌથી મોટા વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાં ઉર્જાની વધતી માંગ વચ્ચે યુરોપ પણ ગેસની અછતનો સામનો કરી રહ્યું છે. કોલસાની કટોકટીના કારણે ભારતમાં બ્લેકઆઉટનો (Black out) ભય સતાવી રહ્યો છે.

 

ચીનની વાત કરવામાં આવે તો ઘણા શહેરોમાં હાલ વીજળી નથી. જેના કારણે ફેક્ટરીઓને બંધ કરવાની ફરજ પડી રહી છે અથવા અઠવાડિયામાં માત્ર થોડા કલાકો કામ કરી રહ્યા છે. ચીનમાં આ કટોકટી પાછળનું કારણ કોલસાની વધતી કિંમત અને માંગ છે. પાવર પ્લાન્ટ ખોટમાં છે અને તેથી શટડાઉનની સ્થિતિ આવી ગઈ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

ખાનગી મીડિયા રિપોર્ટ અનુસાર નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ફેક્ટરીઓ બંધ થવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન પર અસર પડશે. જે રોગચાળાને કારણે પહેલેથી જ અસરગ્રસ્ત છે. આની અસર આ વર્ષે ચીનની આર્થિક વૃદ્ધિ પર પણ પડશે. અહીં દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં વીજ કાપની જાણ કરવામાં આવી છે.

 

પરંતુ ઉત્તર-પૂર્વ ઉત્પાદન કેન્દ્રો હીલોંગજિયાંગ, જિલિન અને લિયાઓનિંગમાં કટોકટી સૌથી ગંભીર છે. તાજેતરમાં દુકાનદારોએ ત્રણ દિવસના અંધકાર વચ્ચે મીણબત્તીઓ સાથે કામ કરવું પડ્યું હતું. અહીં મોબાઈલ નેટવર્ક પણ અટકી ગયું છે.

 

16 પ્રાંતોમાં ઓછું બ્લેકઆઉટ

16 પ્રાંતોમાં વીજ પુરવઠામાં તંગી છે, પરંતુ સંપૂર્ણ અંધારપટ થયો નથી. કટોકટી વચ્ચે ચીનના સૌથી મોટા કોલસા ઉત્પાદક ક્ષેત્ર,શાંક્સી પ્રાંતે તેની 98 કોલસાની ખાણોને તેમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 55.3 મિલિયન ટન વધારવાનો આદેશ આપ્યો છે.

 

શાંક્સી લગભગ 51 કોલસાની ખાણોને પણ મંજૂરી આપશે જે તેમના મહત્તમ વાર્ષિક ઉત્પાદન સ્તરે પહોંચી ગયા છે. ચીનના કોલસા ઉત્પાદનમાં બીજા સૌથી મોટા પ્રદેશ આંતરિક મંગોલિયામાં 72 ખાણોને તાત્કાલિક ઉચ્ચ ક્ષમતા પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તેઓ સુરક્ષિત ઉત્પાદન સુનિશ્ચિત કરે.

 

હાલત નહીં સુધરે

આટલું કર્યું હોવા છતાં સરકારી અધિકારીઓનું કહેવું છે કે પરિસ્થિતિ જલ્દી સુધરવાની નથી. જે લોકો ઠંડા પીણા અથવા આઈસ્ક્રીમ વેચે છે તેઓ વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વીજળી ન હોવાને કારણે લોકો ફ્રિજનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી રેસ્ટોરન્ટમાં લોકો મીણબત્તીઓની મદદથી ખોરાક ખાઈ રહ્યા છે.

 

ચીન ઉપરાંત જર્મનીમાં પણ પાવર કટોકટી ઉભી થઈ છે. વધુમાં યુકેમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ઓછા પુરવઠાને કારણે બ્લેકઆઉટ થવાનું જોખમ છે કારણ કે કુદરતી ગેસના ભાવમાં વધારો થયો છે. હાલના કટોકટી માટે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને આબોહવા પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું છે.

 

આ પણ વાંચો : શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

 

આ પણ વાંચો : OMG ! 15 વર્ષની ઉંમરમાં બની માતા, 32 વર્ષે બની દાદી, ગજબની છે આ મહિલાની ઉપલબ્ધીઓ

Next Article