ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે (China Eastern Airlines) દુર્ઘટનાના થોડા અઠવાડિયા પછી બોઇંગ 737-800 એરક્રાફ્ટનું (Boeing 737-800 aircraft) સંચાલન ફરી શરૂ કર્યું છે. Flightradar.com ના ડેટા અનુસાર, ચીનની પૂર્વીય ફ્લાઇટ MU5843 દક્ષિણ પશ્ચિમ શહેર કુનમિંગથી સ્થાનિક સમય અનુસાર સવારે 9:58 વાગ્યે ઉપડી અને સવારે 11:03 વાગ્યે ચેંગડુમાં ઉતરી હતી. નોંધપાત્ર રીતે, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું પ્લેન 21 માર્ચે દક્ષિણપૂર્વ ચીનના કુનમિંગથી ગુઆંગઝૂ તરફ આવતી વખતે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 132 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.
ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ દ્વારા ક્રેશ થયેલા બોઈંગ 737-800 પ્લેનના 49,000 થી વધુ ટુકડાઓ મળી આવ્યા છે. અકસ્માતનું કારણ જાણવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આમાં ચેતવણી વિના વિમાન ક્રેશ થવું, એર ટ્રાફિક કંટ્રોલર્સને પતન પછી પાઇલોટ્સ તરફથી કોઈ પ્રતિસાદ ન મળવો અને કાટમાળમાં વિમાનના નાના ટુકડાઓ શોધવાનો સમાવેશ થાય છે.
યુએસ તપાસકર્તાઓ ગયા મહિને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ બોઇંગ 737-800 ક્રેશનું કારણ નક્કી કરવામાં મદદ કરવા ચીન પહોંચ્યા હતા. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTBS)ની સાત સભ્યોની ટીમ આ દુર્ઘટના સંબંધિત તપાસમાં ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને મદદ કરશે.
ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસમાં મદદ કરવાના પ્રયાસરૂપે પ્લેનના કોકપિટ વોઈસ રેકોર્ડરને વોશિંગ્ટનમાં યુએસ લેબોરેટરીમાં ડાઉનલોડ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ રેકોર્ડિંગથી ખબર પડશે કે દક્ષિણપૂર્વ ચીનના પર્વતીય વિસ્તારમાં લગભગ 8,800 મીટરની ઊંચાઈએથી પ્લેન કેવી રીતે પડ્યું. તમને જણાવી દઈએ કે, ચાઈના ઈસ્ટર્ન કંપનીની શરૂઆત 1988માં થઈ હતી. તેના શરૂઆતના વર્ષો અકસ્માતોથી ભરેલા હતા. 1989 માં, આ એરલાઇનનું વિમાન એન્ટોનોવ 24 ક્રેશ થયું હતું, જેમાં 40 લોકો મૃત્યુ પામ્યા હતા. છેલ્લે નવેમ્બર 2004માં અકસ્માત થયો હતો. ત્યારબાદ કંપનીનું બોમ્બાર્ડિયર CRJ-200 ક્રેશ થયું, જેમાં 53 લોકોના મોત થયા.
લગભગ દોઢ વર્ષ પહેલા કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ 737-800 અકસ્માત થયું હતું. આ પ્લેન દુબઈથી પરત ફરી રહ્યું હતું. આ પ્લેનમાં 190 લોકો સવાર હતા જેમાંથી 20 લોકોના મોત થયા હતા.
(ભાષાના ઇનપુટ સાથે)
આ પણ વાંચો: Defense Recruitment 2022: રક્ષા મંત્રાલયે દ્વારા 24 જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, આ રીતે કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 4:53 pm, Sun, 17 April 22