Chicago News : દેશ દુનિયામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ઘણી વાર લોકોના મોત પણ થતા હોય છે. આવી જ આગ લાગવાની ઘટના અમેરિકાના શિકાગોમાં બની છે. શિકાગોમાં શનિવારે એટલે કે ગઈકાલે સવારે સાઉથ સાઈડ પર આવેલુ 130 વર્ષ જૂના ચર્ચમાં આગ લાગવાની ઘટના બની હતી.
આગની જ્વાળોઓ વધુ પ્રસરતા એડવોકેટ યુનાઈટેડ ચર્ચ ઓફ ક્રાઈસ્ટ સ્ટીપલ ધરાશાયી થઈ હતી. જેના પગલે SUV અને એક ઘરને અથડાઈ હતી. ચર્ચેના પાદરી માલ્કમ ગ્રિફિથે જણાવ્યું હતું કે એક સમયે તે સ્ટીપલ ઇસ્ટ સાઇડમાં સૌથી ઊંચો પોઇન્ટ હતો.
આ પણ વાંચો : Chicago News: શિકાગો મેરેથોનમાં દોડવીર સારાહ બોહને બિલાડીના બચ્ચાંનું કર્યુ રેસ્ક્યુ
પાદરીના જણાવ્યા અનુસાર એલાર્મ કંપનીએ સવારે 3 વાગ્યાની આસપાસ તેમણે જાણ કરી હતી. ચર્ચના પાદરીના કહેવા મુજબ ચર્ચમાં આશરે 50 થી 75 સભ્યો હતા. આ ઉપરાંત 200 પરપ્રાંતિય કે સ્થળાંતર કરનાર લોકો હાજર હતા. શિકાગોના ચર્ચમાં લાગેલી ભીષણ આગમાં મોટુ નુકસાન થયુ હોવાનું સામે આવી રહ્યું છે.
ગ્રિફિથે જણાવ્યું હતું કે 1892માં જર્મનમાંથી સ્થળાંતર થઈને આવેલા લોકો દ્વારા ચર્ચ બનાવવામાં આવ્યું હતું. શિકાગો સ્કાયવેના નિર્માણ દરમિયાન સ્ટીપલનો ઉપયોગ કેન્દ્રીય બિંદુ તરીકે કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથધરવામાં આવી હતી.જ્યારે તેઓ મોડીરાત્રે ચર્ચ પાસે પહોંચ્યા હતા.
ભીષણ આગના પગલે તંત્ર દ્વાર આસપાસના ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. અને આસપાસ રહેતા લોકો માટે CTA વોર્મિંગ બસો લાવવામાં આવી હતી.
સવારે 7:30 વાગ્યે ફાયર વિભાગના કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ભારે જહેમત બાદ ચર્ચમાં લાગેલી ભીષણ આગ પર સવારે 8.30 વાગ્યાની આસપાસ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ચર્ચ ડેકોન લેટોનિયા વોટસને, દસ વર્ષથી વધુ સમયથી ચર્ચના સભ્ય છે તેમણે જણાવ્યું હતું કે: “એડવોકેટ યુનાઈટેડ ચર્ચ ઓફ ક્રાઈસ્ટ એ સમયે મારા માટે આશીર્વાદરૂપ બન્યુ હતું. જ્યારે ખરેખર મારા જીવનનો મુશ્કેલી ભર્યો સમય હતો.
“તે મારા માટે એક એવી જગ્યા હતી જેણે મને પ્રેમ આપ્યો. મારા માટે એક એવી જગ્યા જેણે મને સમજાવ્યુ કે સેવા એટલે શું”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો