Chicago News: અમેરિકાના શિકાગોમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શિકાગો મેરેથોનમાં અનેક દેશોના લોકોએ ભાગ લીધો હતો. જ્યાં બોસ્ટનની એક દોડવીર મેરેથોન પછી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
બોસ્ટનની દોડવીર સારાહ બોહને મેરેથોન સમયે બિલાડીના બચ્ચાં સાથે નજરે પડી હતી. ગયા રવિવારે અમેરિકાના શિકાગોમાં સારાહ બોહને સફેદ બિલાડીના બચ્ચા સાથે નજરે પડી હતી. જેનું કારણ તે છે કે 20-માઇલના નિશાનની આસપાસ તેના પગને આરામ કરવા માટે ધીમી પડી હતી. ત્યારે તેને બિલાડીનું બચ્ચું તેને જોયુ હતુ.
આ પણ વાંચો : Chicago News : મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી
સારાહ બોહને મેરેથોનમાં ત્યાં સુધી બિલાડીના બચ્ચાંને લઈને દોડી હતી. જ્યાં સુધી દર્શકો બિલાડીના બચ્ચાને સંભાળ લેવા માટે તૈયાર થયા ન હતા. ત્યાર સુધી તે મેરેથોનમાં બિલાડીના બચ્ચાને લઈ દોડી હતી. મહત્વનું છે કે PAWS શિકાગોને તે કુટુંબ મળ્યું જેણે કેસ્પર બિલાડીનું બચ્ચું લીધું હતું અને તે પ્રાણીને કાયમી ઘર શોધવા માટે કામ કરી રહ્યાં છે.તેણીએ જણાવ્યુ કે તેને બિલાડીના બચ્ચાં વધારે છે. જેના પગલે બિલાડી બિમાર અને કુપોષિત હોય ત્યારે તેની સ્થિતિ કેવી હોય તે સારી રીતે જાણે છે.
અમેરિકાના શિકાગોમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્યાના કેલ્વિન કિપ્ટોમે જીત મેળવી હતી.કેલ્વિન કિપ્ટોમે શિકાગો મેરેથોનમાં માત્ર 2 કલાક અને 35 મીનિટમાં જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.આ અગાઉ પણ તેને 2022ની બર્લિન મેરેથોનમાં એલિયુડ કિપચોગેનો અગાઉનો રેકોર્ડ તોડી ચૂક્યો હતો. જો કે કેલ્વિન કિપ્ટમની મેરેથોન દોડમાં ટોચની સફર સાધારણ ન હતી. કેલ્વિન કિપ્ટમે આ અગાઉ પણ બે મેરેથોનમાં જીત મેળવી હતી. તો પ્રથમ પ્રથમ વેલેન્સિયામાં વિજેતા બન્યો હતો. તેમજ કિપ્ટોમે લંડન મેરેથોનમાં પણ સફળતા મેળવી હતી.
અમેરિકાના શિકાગોમાં યોજાયેલી મેરેથોનમાં કેન્યાના રહેવાસી કિપ્ટોમનું રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન તમામ અપેક્ષાઓ કરતાં વધારે હતુ.શિકાગોમાં પુરૂષોનો વિશ્વ વિક્રમ ત્રીજી વખત સ્થાપિત થયો હતો.પરંતુ 1999માં મોરોક્કોના ખાલેદ ખાન્નોચી પછી પ્રથમ વખત કિપ્ટોમએ સફળતા મેળવી છે.કેન્યાના દોડવીરની જીતે સમગ્ર પ્રતિયોગીઓને માત આપનારી બની છે.હવે આગામી સમયમાં ભાવિ રેસ માટે આતુરતા અને અપેક્ષા વધી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો