Chicago News : શિકાગોમાં ધોળા દિવસે હિંસક રીતે માર મારી લૂંટની ઘટના આવી સામે, જુઓ ઘટનાનો Live Video

|

Sep 28, 2023 | 6:01 PM

33 વર્ષીય ભોગ બનનાર યુવક શિકાગોના બકટાઉનની એક રહેણાંક વિસ્તારમાં જઇ રહયો હતો. આ દરમ્યાન બે ગુંડાઓએ ધોળા દિવસે આ રાહદારી વ્યક્તિને માર માર્યો અને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. હજુ સુધી કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી, જો કે, પાંચ અધિકારીઓ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Chicago News : શિકાગોમાં ધોળા દિવસે હિંસક રીતે માર મારી લૂંટની ઘટના આવી સામે, જુઓ ઘટનાનો Live Video

Follow us on

પિત્ઝાની મજા માણતી વખતે, શિકાગોના એક યુવકને બે ગુંડાઓએ ધોળા દિવસે માર માર્યો અને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. મહત્વનુ છે કે આ હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. 33 વર્ષીય ભોગ બનનાર યુવક બકટાઉનની એક રહેણાંક વિસ્તારમાં લગભગ બપોરે 2:55 કલાકે ચાલતો જોવા મળ્યો હતો. ત્યારે બે લોકોએ તેને પાછળથી પકડી લીધી અને માર મારવા લાગ્યા.

વીડિયોમાં, દેખાઈ રહ્યું છે કે ભોગ બનનાર વાયક્તિને માર મરવામાં આવતા આ વ્યક્તિ વાડની બાજુમાં પડ્યો, ગુંડાઓએ ઢીક મુક્કી અને લાતો થી તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. ભોગા બનનારે બૂમો પાડીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. સોસાયટીમાં થયેલી લડાઈમાં, પીડિત એક હુમલાખોરને જમીન પર પછાડવામાં સફળ રહ્યો, તેટલી વારમાં અન્ય હુમલાખોરે તેને તેના પગથી ભોગ બનનારને લાતો મરવાનું શરૂ કર્યું.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

( Video – @Draynick86)

હુમલાખોરો પીડિત યુવકની બેગ છીનવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા અને ભોગ બનનાર “બસ જવા દો, જવા દો” એમ કહેતા સાંભળવા મળી હતી. મદદની માગ કરતાં આ લુટારુ ગુંડાઓનું ધ્યાન ભટકાવવાના પ્રયાસમાં રસ્તા પર એક કારે તેનું હોર્ન વગાડ્યું. આ પછી ચોરોએ સ્થળ પરથી એક બેગ અને એક મોબાઈલ ફોન લઈ લીધો હતો. મહત્વનુ છે કે પીડિતાથી દૂર જતા પહેલા આ લુટારુએ ભોગ બનનાર મહિલાને ફરી ફટકો માર્યો.

એક અહેવાલો અનુસાર, સાક્ષીના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટના બાદ કારમાં રહેલી વ્યક્તિ હતી, તે પોલીસ સ્થળ પર પહોંચી ત્યાં સુધી તે ભોગ બનનારની સાથે ઊભો હતો. જોકે ભોગ બનનારને ઇજા થઈ હતી છતાં તે ઠીક હોવાનું પોલીસને જણાવ્યુ . આ ઘટના સાથે જોડાયેલી માહિતી શેર કરતા શિકાગો પોલીસે જણાવ્યું કે પીડિતાને આ સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

આ પણ વાંચો : Sweden News : સ્વીડન અને અન્ય સ્થળોએ ગ્લોબલ વોર્મિંગ પક્ષીઓ માટે સમસ્યાઓનું કારણ બની રહ્યું

હજુ સુધી કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી, જો કે, પાંચ અધિકારીઓ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. શિકાગો પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, 2022ની સરખામણીમાં આ વર્ષે હત્યા, જાતીય હુમલો, લૂંટ, ચોરી સહિતના મોટા ગુનાઓમાં 29%નો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Thu, 28 September 23

Next Article