cannesfilmfestival2021: ગુજરાતી ગૌરવનાં ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડ ગાલામાં જલવા, સિયા પરીખની શાનદાર એન્ટ્રી, કહ્યું ગુજરાતી સંસ્કૃતિ સૌથી ઉમદા

|

Jul 13, 2021 | 8:39 PM

સિયા (Sia) 12 જુલાઈના રોજ કાન્સ, ફ્રાંસમાં ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલા (Global Short Film Award Gala))માં ફેશન ડિઝાઈનર (Fashion designer) એન્ડ્રેસ એક્વિનો માટે મોડલ (Model) તરીકે જોવા મળી

cannesfilmfestival2021: અમેરિકામાં વસતા ગુજરાતી અમેરિકન પરિવારની દિકરી સિયા પરીખે એવી સિદ્ધી મેળવી છે કે જેને લઈને ગુજરાતીઓનું માથુ ગર્વથી ઉંચુ થઈ ગયું છે. સિયા પરીખ કે જે એક યુવાન મહત્વાકાંક્ષી નૃત્યાંગના, અભિનેત્રીની સાથેસાથે મોડેલ પણ છે.  સિયા (Sia) 12 જુલાઈના રોજ કાન્સ, ફ્રાંસમાં ગ્લોબલ શૉર્ટ ફિલ્મ એવોર્ડ ગાલા (Global Short Film Award Gala)માં ફેશન ડિઝાઈનર (Fashion designer) એન્ડ્રેસ એક્વિનો માટે મોડલ (Model) તરીકે જોવા મળી.

 

 

સિયા (Sia)કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વ વિખ્યાત રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. સિયા કાન્સ (Cannes)માં યોજાનાર આ રોમાંચક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ જ ઉત્સાહથી રાહ જોઈ રહી હતી. હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા (America)માં એક હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે. સિયા (Sia)ના પિતા એક આઈટી પ્રોફેશનલ છે તેમની માતા ફોટોગ્રાફર (Photographer)અને સામાજિક કાર્યકર (Social worker)છે. તેમના માતા-પિતા વડોદરા (Vadodara)ના છે.

 

 

સિયા અને તેની માતા શિતલ પરીખે ટીવી નાઈન સાથે ફ્રાન્સથી ખાસ વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે અમે ભલે પશ્ચિમની સંસ્કૃતિમાં રહી રહ્યા છે પરંતુ જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત મુજબ ગુજરાતની સંસ્કૃતિ જ ઉમદા છે અને તેને આજે પણ અમે તેને જ માન આપીએ છે. મોડેલ બનવા માટે હાઈટથી માડીને કયા ફેક્ટર એવા રહ્યા કે જેણે તેને આ સ્તર પર પોહચાડી સાંભળો તેની સાથેની ખાસ વાત.

 

સિયા (Sia) ફેશન, અભિનય અને નૃત્યમાં સારી રુચિ ધરાવે છે અને તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત બંન્નેમાં અનેક સ્પર્ધાઓ અને અભિનયના વર્કશોપમાં ભાગ લીધો છે. સિયા (Sia) હાલમાં કથક (ભારતી શાસ્ત્રીય નૃત્ય)નો અભ્યાસ કરી રહી છે.

 

સિયા (Sia)એ તેની હાઈ સ્કૂલમાં ફેશન કલ્બની વાઈસ પ્રેસિડેન્ટ છે. તે વિવિધ સાંસ્કૃતિક , શૈક્ષણિક, સામાજીક અને સેવાભાવી કામગીરીમાં ભાગ લે છે. હવે તેની છઠ્ઠી વાર્ષિક સિઝનમાં ગ્લોબલ શોર્ટ ફિલ્મ એવોર્ડસ (Film Awards)ની સ્થાપના એન્ડ્રેસ એક્વિનોએ કરી હતી. જેના સ્થાપક અને નિર્માતા પણ છે.

Published On - 7:14 pm, Tue, 13 July 21

Next Video