Canada News: G20 ડિનરમાંથી ગાયબ રહ્યા હતા જસ્ટિન ટ્રુડો, પોતાના દેશમાં થયા ટ્રોલ

ભારતમાં G20 સમિટમાં ભાગ લેવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના દેશમાં ઘણા ટ્રોલ થયા છે. લોકો તરફથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે G20 જેવી વર્લ્ડ ઇવેન્ટમાં તેમનું 'અનાદર' કરવામાં આવ્યું છે. વાંચો આ સમાચાર શું છે સમગ્ર વાત

Canada News: G20 ડિનરમાંથી ગાયબ રહ્યા હતા જસ્ટિન ટ્રુડો, પોતાના દેશમાં થયા ટ્રોલ
| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:40 PM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તાજેતરમાં જ G20 સમિટ માટે ભારતની મુલાકાતે હતા. પરંતુ G20 મહેમાનોને આપવામાં આવેલા ડિનર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સના લોન્ચ જેવા મહત્વના પ્રસંગોએ જસ્ટિન ટ્રુડો ગેરહાજરીનાં સમાચાર સવાલો ઉભા કરી રહ્યાં છે. G20 જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર કેનેડાને ‘અવગણવામાં’ આવ્યા હોવાની વાત સાથે જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં ટ્રોલનો સામનો કરી રહ્યા છે.

ઘણા કેનેડિયન મીડિયા સંસ્થાઓએ ભારતમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આ ‘અનાદર’ની વાતની આકરી ટીકા કરી છે. વિપક્ષી નેતાથી લઈને સોશિયલ મીડિયા પર તેમની સાથે થયેલા આ વર્તનને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. કેનેડાના અગ્રણી અખબાર ‘ટોરોન્ટો સન’એ આ અંગે ફ્રન્ટ પેજ સ્ટોરી કરી છે. તેની વાત કેનેડામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

એક સોશિયલ મીડિયા યુઝરે કેનેડાને ‘ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર’માંથી બહાર રાખવા બદલ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે.

તેવી જ રીતે, અન્ય એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટ્રુડો ફરી એકવાર પોતાને વિશ્વ મંચ પર અવગણવામાં આવ્યા હતા, કારણ કે સમિટ દરમિયાન તેમને ભારતમાં મીડિયાનું ઓછું કવરેજ મળ્યું હતું.

Published On - 11:40 pm, Mon, 11 September 23