ભારતીય વિદ્યાર્થીઓ વિના હચમચી ગઈ કેનેડાની કોલેજો, 600 કોર્સ બંધ કરવા પડ્યા, 10, હજાર કર્મચારીઓની છટણી કરવાની તૈયારી

કેનેડાના કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાના કારણે 10 હજાર કર્મચારીઓની છટણી કરી દેવાઈ છે. નવી સરકારી નીતિ અને પ્રાંતિય ફન્ડીંગને કારણે આ નાણાકીય સંકટ વધુ ઘેરુ બન્યુ છે. જાણો સમગ્ર ઘટનાક્રમ

ભારતીય વિદ્યાર્થીઓ વિના હચમચી ગઈ કેનેડાની કોલેજો, 600 કોર્સ બંધ કરવા પડ્યા, 10, હજાર કર્મચારીઓની છટણી કરવાની તૈયારી
| Updated on: Jul 22, 2025 | 3:46 PM

કેનેડાની કોલેજ ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં ભારે ઘટાડાને કારણે ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી થઈ ચુકી છે અને 600થી વધુ લોકપ્રિય કોર્સ બંધ કે નિલંબિત કરવામાં આવ્યા છે. ઓન્ટારિયો પબ્લિક સર્વિસ એમ્પલોઈઝ યુનિયન (OPSEU) અનુસાર આ છટણીઓ શિક્ષણ, એડમિનિસ્ટ્રેશન અને તેને લગતી સહાયક નોકરીઓમાં વ્યાપક સ્તરે કરવામાં આવી છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કેનેડાની કોલેજ કઈ હદ સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફી પર નિર્ભર છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર કેનેડાની કોલેજોની નિર્ભરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. કેનેડાની કોલેજ ખાસ કરીને ઓન્ટેરિયોની 24 જાહેર કોલેજ, લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની ઉંચી ટ્યુશન ફી પર નિર્ભર રહે છે. વર્ષ 2023માં, ઓન્ટારિયોની કોલેજોમાં 60% થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતના હતા. જોકે, કેનેડિયન સરકારે આ વર્ષની શરૂઆતમાં અભ્યાસ પરમિટ (સ્ટડી પરમિટ) પર મર્યાદા લાદી હતી, જેનો હેતુ આવાસ અને જાહેર સેવાઓ પર દબાણ ઓછું કરવાનો હતો. આ નીતિના પરિણામે નવા...

Published On - 12:04 am, Sat, 12 July 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો