Manipur Violence: હિંસાને લઈ કેનેડા સર્તક, પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

|

May 07, 2023 | 9:47 PM

કેનેડાની સરકારે તેમના દેશના નાગરિકોને ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મણિપુરની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કારણ કે, ત્યા વંશીય સંઘર્ષમાં 50થી વધુ લોકોની હત્યા થઈ છે.

Manipur Violence: હિંસાને લઈ કેનેડા સર્તક, પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
Image Credit source: Google

Follow us on

કેનેડાની સરકારે તેના નાગરિકોને ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. અત્યારે મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યા મીતેઈ સમુદાયને અનામત આપવાની વાતને કારણે આખું શહેર હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાચો: Manipur Violence: સુરક્ષા દળોની વધુ 20 કંપની ખડકી દેવાઈ, મુખ્યમંત્રીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, વાંચો મુખ્ય 10 પોઈન્ટ

કેનેડા સરકારે તેમના દેશના નાગરિકો અને ત્યાં રહેતા ભારતીયોને કહ્યું કે, જો તમે મણિપુર જવાનું વિચારી રહ્યા છો, તો તમારે રોકાઈ જવું જોઈએ. કારણ કે આ એક જોખમી નિર્ણય હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર મણિપુર રાજ્યમાં 3 મે 2023થી હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક અને જાહેર વાહનવ્યવહાર ખોરવાયો છે. જેના કારણે સરકારે ઘણા જિલ્લાઓમાં કફ્યું લગાવી દીધો છે. એક સપ્તાહ માટે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કેનેડા સરકારે પણ જમ્મુ-કાશ્મીરને લઈને ચેતવણી આપી હતી

કેનેડા સરકારે એમ પણ કહ્યું છે કે, જે લોકો પહેલાથી જ ત્યા છે, તો વિચારીલો કે ત્યા રહેવાની જરૂર છે કે કેમ. જો કે, કેનેડાએ જમ્મુ-કાશ્મીરને લઈને પણ આવી જ ચેતવણી આપી છે. કારણ કે, આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ આ ચેતવણી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે નથી. એકંદરે, કેનેડાએ ત્યાં રહેતા લોકોને આ ભારતીય રાજ્યોની મુલાકાત લેતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી છે.

મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ

તમને જણાવી દઈએ કે મણિપુરમાં મેઇતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારે રાજ્યના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, જે જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમાં કાકચિંગ, જીરીબામ, થૌબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર અને આદિવાસી બહુલ ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લાનો સમાવેશ થાય છે.

સ્વદેશી જનજાતિ મંચે વિરોધ કર્યો

મીડિયા અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કથિત રીતે આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકો ભાજપ સરકાર દ્વારા આરક્ષિત અને સંરક્ષિત જંગલો અને વેટલેન્ડ જેવા સમાન વિસ્તારોના સર્વે સામે વાંધો ઉઠાવી રહ્યા છે. સ્વદેશી આદિજાતિ મંચે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે કોઈપણ વિચાર કર્યા વિના ચર્ચને પણ તોડી પાડ્યા હોવાનો આક્ષેપ છે

શું છે સમગ્ર મામલો?

મણિપુરમાં બહુમતી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવાની માંગ સામે 3 મેના રોજ એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આયોજિત ‘આદિજાતિ એકતા માર્ચ’ને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અચાનક હિંસાએ મણિપુરના ઘણા જિલ્લાઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક પગલાં લેતા, સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે રાજ્યમાં આસામ રાઇફલ્સ અને સેનાના એકમોને તૈનાત કર્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article