શું ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બની શકશે ? કોર્ટ કેસથી અમેરિકામાં કેવી રીતે વધ્યો રાજકીય તણાવ

|

Aug 04, 2023 | 11:54 AM

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ગત ચૂંટણીને લગતી બાબતો તેમનો પીછો છોડી રહી નથી. ગુરુવારે કોર્ટમાં હાજર થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બની શકશે ? કોર્ટ કેસથી અમેરિકામાં કેવી રીતે વધ્યો રાજકીય તણાવ
Donald Trump (file photo)

Follow us on

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને બદલવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે અને તે અગાઉના દિવસે કોર્ટમાં પણ હાજર થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) પોતાને નિર્દોષ જાહેર કર્યા છે, આ કેસમાં હવે આગામી 28 ઓગસ્ટે ફરી કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત સાબિત થશે તો શું તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે પછી તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનતા પહેલા જ રેસમાંથી બહાર થઈ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર નવુ અપડેટ શું છે?

ગુરુવારે, ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુ જર્સીની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાને નિર્દોષ જાહેર કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર 2020 માં યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામોને રોકવા અને બદલવાનો પ્રયાસ કરવાના આરોપમાં કોર્ટમાં જઈ રહ્યા છે. આ ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સના જો બાઈડને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા, તો કેટલીક જગ્યાએ ટ્રમ્પે ખોટી ગણતરીનો આરોપ લગાવ્યો અને અવરોધ સર્જયો હતો.

ખાસ વાત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આ કેસની સુનાવણી ભારતીય મૂળના અમેરિકન જજ મોક્ષિલા ઉપાધ્યાય કરી રહ્યા છે. 77 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા મહિનાઓથી કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા તેમની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેઓ જામીન પર બહાર આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કુલ ચાર કેસ ચાલી રહ્યા છે. જેમાં દેશ વિરુદ્ધ છેતરપિંડી, કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ, કાયદાકીય પ્રક્રિયાને રોકવાનું ષડયંત્ર અને નિયમોના ઉલ્લંઘનની વાત કરવામાં આવી છે, ચારેય આરોપોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી નહીં લડી શકે ?

ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તેના માટે તેમણે પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 28 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનું છે અને તે પહેલા રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે ચર્ચાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.

કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે, સવાલ એ છે કે શું તેઓ ચૂંટણી પ્રચાર કરી શકશે કે નહીં ? જવાબ એ છે કે એવું નથી, કેસની સુનાવણી દરમિયાન પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને પ્રચાર કરી શકે છે. જોકે, તેમણે પહેલા પાર્ટી સ્તરે ઉમેદવારીની લડાઈ જીતવી પડશે, જેના માટે આ મહિને ચર્ચા શરૂ થશે.

અમેરિકામાં ઘણીવાર એવું જોવા મળે છે કે, કોઈ કેસની સુનાવણી માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. નિષ્ણાતોને પણ આ મામલે ઝડપી સુનાવણીની આશા ઓછી છે, આવી સ્થિતિમાં આ બાબતો ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અવરોધ નહીં બને. એટલે કે આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જાય છે તો તેઓ રાષ્ટ્રપતિ બની શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા હેડલાઇન્સમાં રહે છે, રાષ્ટ્રપતિ હોવા છતાં તેઓ એક વિવાદાસ્પદ પાત્ર રહ્યા અને તેમના કામ, નિવેદને માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો મચાવ્યો. જો કે, તેઓ 2020ની ચૂંટણી પણ ખૂબ જ નજીવી સરસાઈથી હારી ગયા હતા અને હવે 2024ની ચૂંટણીમાં તેમને આશા છે કે તેઓ ફરીથી જીતનો રેકોર્ડ બનાવી શકશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article