Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ

|

Nov 21, 2021 | 8:47 AM

સાન ડિએગો ટ્રિબ્યુન અનુસાર, તેમણે જણાવ્યું નથી કે આ ઘટનામાં કેટલી રકમનું નુકસાન થયું છે. શુક્રવારે બપોર સુધીમાં ઘણા લોકોએ શેરીઓમાંથી ઉપાડેલી રોકડ કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલને પરત કરી દીધી હતી.

Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ
File Photo

Follow us on

અમેરિકાના (America) દક્ષિણ કેલિફોર્નિયાના (Southern California) હાઈવે પર ટ્રકમાંથી રૂપિયાની થેલી પડી ગયા બાદ ત્યાંથી પસાર થતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. રૂપિયા રસ્તા પર એવી રીતે ફેલાઈ ગયા કે દરેક જણ તેને લૂંટવા માટે પોતાની કારમાંથી બહાર આવવા લાગ્યા. આ ઘટના ગત શુક્રવારે બની હતી. સોશિયલ મીડિયા (social media) પરના વિડિયોમાં લોકો રસ્તામાં પડેલ પૈસા ઉપાડતા, ખુશામત કરતા અને હવામાં ઉછાળતા જોવા મળે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 9:15 વાગ્યે બની હતી, જ્યારે એક ટ્રક સાન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તરફ જઈ રહી હતી. ટ્રકમાં રાખેલી કેટલીય બેગ ફાટી ગઈ હતી. જેના કારણે સધર્ન કેલિફોર્નિયાના આ રોડ પર રોકડનો ઢગલો થઈ ગયો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દૂર-દૂરથી લોકો રોકડ એકઠી કરવામાં લાગેલા છે અને તેને બંને હાથે હવામાં ઉછાળી રહ્યા છે. આમાંની મોટાભાગની નોટો એક ડોલરથી લઈને 20 ડોલરની હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ડેમી બેગબી નામની બોડી બિલ્ડરે આ ઘટનાનો વીડિયો શૂટ કર્યો છે અને તેને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યાં અનેક વાહનો થંભી ગયા છે અને રોકડ રસ્તાઓ પર પડી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતે તેના હાથમાં નોટો પકડી છે. તેના હાથમાં રોકડ સાથે કહે છે, “મેં અત્યાર સુધી જોયેલી આ સૌથી અદ્ભુત વસ્તુ છે. દરેક વ્યક્તિ રસ્તા પરથી રોકડ ઉપાડવા માટે પોતાની કાર રોકી રહી છે.”

ઘણા લોકોએ અધિકારીઓને રોકડ પરત કરી હતી

જો કે અધિકારીઓએ લોકોને રોકડ પરત કરવાની અપીલ કરી છે. સાન ડિએગો ટ્રિબ્યુન અનુસાર, તેમણે જણાવ્યું નથી કે આ ઘટનામાં કેટલી રકમનું નુકસાન થયું છે. શુક્રવારે બપોર સુધીમાં ઘણા લોકોએ શેરીઓમાંથી ઉપાડેલી રોકડ કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ (CHP) ને પરત કરી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોએ મોટી માત્રામાં રોકડ ઉપાડી હતી અને તેઓ તેને પરત પણ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકનો એક ગેટ અચાનક ખૂલી ગયો, જેના કારણે રોકડ ભરેલી બેગ બહાર પડી ગઈ. તેમણે કહ્યું કે સ્થળ પર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પૈસા રાખતા જોવા મળે છે, તો તેઓને ફોજદારી આરોપોનો સામનો કરવો પડી શકે છે. ઘટનાના બે કલાક બાદ હાઈવે ખુલ્લો કરાયો હતો.

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

આ પણ વાંચો : Kangana Ranaut Controversy : દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ કંગના રનૌત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

Next Article