
જો તમે એક ઘર ખરીદવા જશો તો તમને નાનું ઘર પણ 12 થી 20 લાખમાં પડશે. વધતી વસ્તીની સાથે સાથે મિલકતોના ભાવ પણ આસમાને છે. એક ઘર ખરીદવામાં સામાન્ય માણસની આખી જીંદગી નીકળી જાય છે. લોકો પોતાના માથે છત બનાવવા માટે લાખો રૂપિયાની લોન લે છે અને તેમની અડધી ઉંમર હપ્તા ભરવામાં નીકળી જાય છે. તેવામાં જો અમે કહીંએ કે એક દેશ છે, જેમાં તમે ફક્ત 12 રૂપિયામાં ઘર (Buy a house for 12 rupees) ખરીદી શકો છો તો તમે માનશો ?
જીહાં, ક્રોએશિયામાં (Croatia) 1500 સ્કવેર ફીટનું ઘર તમે ફક્ત 12 રૂપિયામાં ખરીદી શકો છો. ક્રોએશિયાના ઉત્તરમાં આવેલું લેગ્રાડ શહેર 62 વર્ગ કિમીમાં ફેલાયેલુ છે. જો ભારતની વાત કરીએ તો આટલા મોટા વિસ્તારમાં લાખો લોકો રહેતા હોય છે. પરંતુ આ શહેરમાં હાલ ફક્ત 2241 જેટલા લોકો જ રહે છે.
શહેરની વસ્તી વધારવા માટે લેવાયો નિર્ણય
આ શહેરની વસ્તી ખૂબ જ ઓછી છે અને શહેરની ચારેકોર ગાઢ જંગલ છે. એસ્ટ્રો અને હંગેરિયન સામ્રાજ્ય બાદ અહીં જનસંખ્યા ઓછી થવા લાગી. ગામમાં હાલ કેટલાક મકાનો જર્જરીત હાલતમાં છે અને જો કોઇ આ મકાન ખરીદવા માંગે તો સરકાર તેને રિપેર પણ કરાવી આપશે. એટલું જ નહી સરકાર અહીં નવા જીવનની શરૂઆત કરવા માટે 35 હજાર કુના (લગભગ 3 લાખ રૂપિયા) આપે છે.
જવાનો વિચાર કરવા પહેલા આ પણ જાણી લો
લેગ્રાડ શહેરમાં ટ્રાંસપોર્ટ કનેક્ટીવીટ ન જેવી છે. શહેરની વસ્તી સતત ઘટતી હોવાથી અને મકાનો ખાલી પડેલા હોવાથી સરકાર આ ઘરોને એક કુના એટલે કે 12 રૂપિયા વેચી રહી છે. આ નિર્ણય બાદ 17 ઘરો વેચાઈ ચૂક્યા છે. જે પણ કોઇ આ ઘર ખરીદવા માંગતા હોય તેમની સાથે એક કરાક કરવામાં આવે છે. જેના અંતર્ગત મકાન ખરીદનારે અહીં ઓછામાં ઓછુ 15 વર્ષ સુધી રહેવુ પડશે.
આ પણ વાંચો – Kutch : લોકગાયિકા ગીતા રબારીએ ઘરે વેકસિન લેતા વિવાદ સર્જાયો, કચ્છના DDOએ તપાસના આપ્યા આદેશ