જીવન અને મરણ ઉપરવાળાના હાથની વાત છે. આ વાત સૌ કોઈએ સાંભળી હશે. વિનાશક ભૂંકપથી તારાજ થયેલા તુર્કી આ વાતનો અનુભવ સૌ કોઈને થઈ રહ્યો છે. ભૂકંપ આવ્યાના ત્રણ દિવસ બાદ પણ અનેક લોકો કાટમાળમાં જીવતા હોવાના પુરાવા મળી રહ્યાં છે. તોતીગ કાટમાળની નીચે પાણી-ખોરાક વીના સતત ત્રણ દિવસ સુધી જીવતા રહેવુ એ પણ એક ચમત્કાર જ છે. આવા અનેક હ્રદયસ્પર્શી કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે.
તુર્કીમાં ભૂકંપથી મૃત્યુઆંક 8,000 ની નજીક પહોચ્યો છે. તુર્કી-સીરિયામાં સોમવારે સવારે આવેલા વિનાશક ભૂકંપથી બધું તબાહ થઈ ગયું. બચાવ ટુકડીઓ દરેકનો જીવ બચાવી રહી છે. એક સમય એવો આવ્યો જ્યારે રેસ્ક્યુ ટીમના એક સભ્યએ દૂરથી માસૂમ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. એ અવાજ કાટમાળની અંદરથી આવી રહ્યો હતો. સીરિયાના અલેપ્પો શહેરમાં એક માસૂમ બાળકને બચાવવાનું મિશન અહીંથી શરૂ થાય છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપના બે દિવસ બાદ પણ બાળકના રડવાનો અવાજે હૃદયને હચમચાવી નાખ્યું છે. બચાવ ટુકડીઓ પણ ઘણી વખત ભાવુક થઈ રહી છે. એવા ઘણા બાળકો છે જેઓ તેમના માતા-પિતાને શોધી રહ્યા છે, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા છે. ઘણા માતા-પિતા તેમના બાળકોને શોધી રહ્યા છે, એવું લાગે છે કે તેઓ ક્યાં તો ગુમ થયા છે અથવા તેઓ હવે આ દુનિયામાં નથી. વિનાશક ભૂકંપ કાટમાળમાં ફેરવાયેલ ઈમારતના ઢગલામાંથી રડતા બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય બચાવકર્તાએ વીડિયો બનાવ્યો. આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી રીતે એક બચાવકર્મી કાટમાળમાં હાથ નાખીને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે.
Moments of hope from the midst of the disaster. Our teams managed to rescue Jana alive from under the rubble of her house in the town of Jenderes, north of #Aleppo, yesterday, Tuesday, February 7, after the violent #earthquake that struck NW #Syria at dawn on Monday, February 6. pic.twitter.com/VhnJPqaYN5
— The White Helmets (@SyriaCivilDef) February 7, 2023
બચાવ કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, બાળક અલેપ્પોના જિન્દેઈરમાં તેમના ઘરના કાટમાળ નીચે દટાયેલું છે. સીરિયાનું આ સ્થળ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. સીરિયન સિવિલ ડિફેન્સ ફોર્સને વરસાદથી ભીના થયેલા અને અંધારા કાટમાળમાં બાળકની હાજરીનો અહેસાસ થયો. આ પછી, કેટલાક લોકોએ તેને ખૂબ જ કાળજીપૂર્વક બહાર કાઢવા માટે આસપાસમાંથી કાટમાળ હટાવ્યો. કામ ઝડપથી થઈ શક્યું ન હતું. કારણ કે જો કોઈ ભારે પથ્થર ગબડે અને બાળકનું મૃત્યુ થઈ જાય તેવી ભીતિ પણ હતી. બચાવ દળની ટીમના એક સભ્ય, કાટમાળમાં દટાયેલ અને જીવતા રહેલા એ બાળકને શોધી કાઢે છે જેનો અડધો ભાગ ઇંટો અને કાટમાળ નીચે ફસાયેલો છે. તેનું માથું લોહીથી લથબથ દેખાઈ રહ્યું છે.
ઘણા લોકો તેને બચાવવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે. એક સભ્ય કાટમાળની અંદર હાથ નાખીને બાળકની નાડી તપાસે છે. તે જીવિત હોવાની ખાતરી થાય છે. કાટમાળના ઢગલામાંથી શરીરનો એક માત્ર ભાગ દેખાઈ રહ્યો છે. બાળક કાટમાળના મોટા ટુકડા નીચે ફસાઈ ગયું છે. બચાવકર્મીઓ તેમના હાથમાંથી મોજા ઉતારે છે અને કાટમાળ સાફ કરવાનું ચાલુ રાખે છે. જેમ જેમ દરેક પથ્થર એક બાદ એક હટાવવામાં આવે છે તેમ તેમ દબાયેલા બાળકનો અવાજ મોટો થતો જાય છે. તેના રડવાનો અવાજ વધુ જોરથી આવવા લાગ્યો. તેને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.