બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ આપ્યો પુત્રીને જન્મ

બોરિસ જ્હોન્સન અને કેરી  (Boris Johnson and Carrie) બંને માર્ચ 2018 થી સાથે રહે છે. આ દરમિયાન જોનસન વિદેશ સચિવ હતા અને ત્યારબાદ 2019માં થેરેસા મેની  (Theresa May) જગ્યા લીધા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાનું શરૂ કર્યું હતું.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ફરી બન્યા પિતા, પત્ની કેરીએ આપ્યો પુત્રીને જન્મ
Boris Johnson
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:26 PM

બ્રિટિશ (Britain)  વડા પ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) અને તેમની પત્ની કેરીએ (Carrie) ગુરુવારે પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. બોરિસની ઓફિસે જણાવ્યું હતું કે ગુરુવારે લંડનની એક હોસ્પિટલમાં દંપતીને એક સ્વસ્થ બાળકીનો જન્મ થયો હતો.  ઇન્સ્ટાગ્રામ પર અગાઉની પોસ્ટમાં, 33 વર્ષીય કેરીએ જણાવ્યું હતું કે તેણીને વર્ષની શરૂઆતમાં કસુવાવડ થઈ હતી. આ દરમિયાન તેને અહેસાસ થયો કે તે ફરીથી ગર્ભવતી બનીને ધન્યતા અનુભવી રહી છે. તેણે કહ્યું કે તે હજી પણ નર્વસ છે. અગાઉ, ગયા વર્ષે એપ્રિલમાં, દંપતીને એક પુત્ર વિલ્ફ્રેડ જન્મ્યો હતો.

બોરિસ જ્હોન્સન અને કેરી  (Boris Johnson and Carrie) બંને માર્ચ 2018 થી સાથે રહે છે. આ દરમિયાન જોનસન વિદેશ સચિવ હતા અને ત્યારબાદ 2019માં થેરેસા મેની  (Theresa May) જગ્યા લીધા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાનું શરૂ કર્યું હતું. બંનેએ 2019ના અંતમાં સગાઈ કરી હતી. તે જ સમયે, આ વર્ષે 29 મેના રોજ, તેઓએ વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં એક ગુપ્ત સમારંભમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં માત્ર 30 મહેમાનોએ ભાગ લીધો હતો. 57 વર્ષીય બોરિસ જ્હોન્સન પહેલા બે વાર લગ્ન કરી ચુક્યા છે અને તેમને છ બાળકો પણ છે.

નવા બાળકનું નામ શું રાખવામાં આવશે તેની આ દંપતીએ હજુ જાહેરાત કરી નથી. વાસ્તવમાં, જોન્સનના પુત્રનું નામ વિલ્ફ્રેડ વડાપ્રધાનના દાદાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. વડા પ્રધાનના દાદાએ રોયલ એરફોર્સમાં સેવા આપી હતી અને નિવૃત્તિ પછી ખેડૂત તરીકે કામ કર્યું હતું. બોરિસના પુત્રનું પૂરું નામ વિલ્ફ્રેડ લૌરી નિકોલસ જોન્સન છે. બોરિસે આ નામ તેમના પરદાદા અને બે ડોકટરોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખ્યું છે જેમણે બ્રિટિશ પીએમનો જીવ બચાવ્યો હતો જ્યારે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

બ્રિટિશ વડા પ્રધાનના પિતા સ્ટેનલી જોન્સને કહ્યું કે જ્યારે તેમને વિલ્ફ્રેડ નામ વિશે જાણ થઈ ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું કે તે જાણતા ન હતા કે જોનસન તેના પિતાનું નામ રાખવા જઈ રહ્યો છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે બોરિસના દાદા વિલ્ફ્રેડની પત્નીનું નામ બસ્ટર છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે દંપતી તેમની પુત્રીનું નામ બસ્ટર રાખી શકે છે. પુત્રના જન્મના ચોથા દિવસે દંપતીએ નામ જાહેર કર્યું હતું. આ રીતે ટૂંક સમયમાં નામની જાહેરાત પણ થઈ શકે છે.

આ પણ વાંચો –

હાઇકોર્ટે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે એએમસીનો ઉઘડો લીધો, કહ્યું સત્તામંડળનું મનમરજી મુજબનું વર્તન ચલાવી લેવાય નહિ

આ પણ વાંચો –

CDS રાવત અને તેમની પત્ની સહિત 4 મૃતદેહોની ઓળખ થઈ, પાર્થિવ શરીર દિલ્હી પહોંચ્યા બાદ પીએમ અને રક્ષા મંત્રી પાલમમાં શ્રદ્ધાંજલિ આપી શકે છે