
ગાઝા પર હુમલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચશે. આ સમય દરમિયાન તેઓ અન્ય પ્રાદેશિક રાજધાનીઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે પણ તે પહેલા સુનક બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળશે, રોઇટર્સે યુકેના વડા પ્રધાન કાર્યાલયને ટાંકીને અહેવાલ આપ્યો છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ ઈઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા અને પીએમ નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાકને મળ્યા હતા.
મળતી માહિકતી મુજબ ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં લગભગ 2800 પેલેસ્ટાઈનના મોત થયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે લગભગ 1200 વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. આ સંખ્યા મંગળવારે અલ અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ પહેલાની છે. વિસ્ફોટના કારણને લઈને પણ વિવાદ શરૂ થયો છે.
બ્રિટિશ વડા પ્રધાન સુનક ઈઝરાયેલ અને વ્યાપક ક્ષેત્રની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન, સુનક ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે અન્ય પ્રાદેશિક રાજધાનીમાં જતા પહેલા બેઠક કરશે. સુનક ગુરુવારે વહેલી સવારે ઇઝરાયેલ પહોંચવાના હતા અને અન્ય કેટલીક પ્રાદેશિક રાજધાનમાં જતા પહેલા ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે બેઠક યોજશેની જાણકારી આપવામાં આવી હતી.
બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ઋષિ સુનક 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હુમલાના પગલે શોક વ્યક્ત કરવા તેલ અવીવ પહોંચશે. સુનાકે તેમની મુલાકાત પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસની ભયાનક કાર્યવાહીને પગલે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દરેક નાગરિકનું મોત એક દુર્ઘટના છે. તેમણે કહ્યું હતું કે મંગળવારે ગાઝાની હોસ્પિટલમાં ઘાતક વિસ્ફોટ બાદ સંઘર્ષની ખતરનાક પરિસ્થિતિને ટાળવા માટે વિશ્વ નેતાઓએ સાથે આવવું જોઈએ. આ ઉપરાંત, ઋષિ સુનક ગાઝામાં માનવતાવાદી સહાયને શક્ય તેટલી વહેલી તકે મંજૂરી આપવા અને ત્યાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે એક માર્ગ ખોલવા માટે પણ વિનંતી કરશે.
અગાઉ, યુએસ પ્રમુખ બિડેને કહ્યું હતું કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી ગાઝા પટ્ટીમાં સહાયના 20 ટ્રક મોકલવા માટે સંમત થયા છે. ઇઝરાયેલ સરકારે કહ્યું હતું કે તે ઇજિપ્તથી માનવતાવાદી સહાયને દક્ષિણ ગાઝામાં જવા દેશે નહીં જ્યાં સુધી તે ખાતરી ન કરી શકાય કે તેમાંથી કોઈ પણ હમાસ તરફ વાળવામાં આવશે નહીં.
આ સાથે, બિડેને ગાઝા અને પશ્ચિમ કાંઠાના રહેવાસીઓ માટે યુએસ માનવતાવાદી સહાયમાં $ 100 મિલિયનની પણ જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે તેમને પેન્ટાગોન દ્વારા પુરાવા બતાવવામાં આવ્યા છે કે મંગળવારે રાત્રે ગાઝા સિટીની હોસ્પિટલમાં ઘાતક વિસ્ફોટ માટે ઇઝરાયેલ જવાબદાર નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:01 am, Thu, 19 October 23