ઈસ્કોનના રેસ્ટોરન્ટમાં બ્રિટિશ નાગરિકે શરમ નેવે મૂકીને એવું કૃત્ય કર્યું કે લોકો રોષે ભરાયા – જુઓ Video

એક બ્રિટિશ નાગરિકે ઈસ્કોનના રેસ્ટોરન્ટમાં લાજ-શરમ નેવે મૂકી અને એવું કામ કર્યું કે જેને જોઈને લોકોમાં રોષ ફેલાયો. વાયરલ વીડિયોમાં તેની આ હરકત જોઈને યુઝર્સ પણ ભડક્યા છે.

ઈસ્કોનના રેસ્ટોરન્ટમાં બ્રિટિશ નાગરિકે શરમ નેવે મૂકીને એવું કૃત્ય કર્યું કે લોકો રોષે ભરાયા - જુઓ Video
| Updated on: Jul 21, 2025 | 7:39 PM

ઈસ્કોનના જાણીતા શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ ‘ગોવિંદા’માં હાલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બ્રિટિશ નાગરિક જે આફ્રિકન હતો તે રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો અને ત્યાં મીટ મળે છે કે નહીં તે અંગે પૂછ્યું હતું. તેને જણાવવામાં આવ્યું કે, અહીં માત્ર શાકાહારી ભોજન મળે છે, ત્યારે તેણે વગર શરમે KFC નો ચિકન ભરેલો ડબ્બો બહાર કાઢ્યો અને રેસ્ટોરન્ટની અંદર બેઠા બેઠા જ ચિકન ખાવાનું શરૂ કરી નાખ્યું.

આટલું જ નહીં, તેણે ત્યાં હાજર લોકો સહિત સ્ટાફને પણ તે નોન-વેજ ફૂડ ઓફર કર્યું, જેના કારણે લોકોમાં અસહજતા અનુભવાઈ. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રેસ્ટોરન્ટના સ્ટાફે સિક્યોરિટી બોલાવી હતી.


આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો અને હવે એ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ છે કે, શું આ વિવાદ જાતિવાદ કે ધર્મવિરોધી દુશ્મનાવટથી પ્રેરિત હતો? મળતી માહિતી મુજબ, આ ઘટના લંડનમાં બની હતી. ઇન્ટરનેટ યુઝર્સે આ યુવકના વર્તન પર આક્ષેપ લગાવ્યા કે, તેણે રેસ્ટોરન્ટના સિદ્ધાંતોનું ઉલ્લંઘન અને હિંદુ ધર્મ પ્રત્યે ઘૃણાસ્પદ વર્તન કર્યું છે.

યુઝર્સ રોષે ભરાયા

એક યુઝરે કોમેન્ટ કરી છે કે, “એણે કોઈ સિદ્ધિ હાંસલ કરી નથી, ફક્ત એક નાટક કર્યું અને સમાજમાં વાયોલન્સ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.” બીજા યુઝરે લખ્યું કે, “આશા છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હશે. તેની ધરપકડ થશે કે નહીં તે નથી ખબર પણ આ કૃત્ય થકી હિંદુઓ સામે ખોટી નફરત ફેલાવવામાં આવી છે. યુવક જાણતો હતો કે, હિંદુ ધર્મના લોકો આનો કોઈ જવાબ નહી આપે, એટલા માટે જ આવું કામ કર્યું.”

વધુમાં અન્ય એક યૂઝરે કહ્યું કે, “આ રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતોનું ઉલ્લંઘન કરવું તે અસહિષ્ણુતાનું સ્પષ્ટ ઉદાહરણ છે, આને કોઈ સંસ્કારી સમાજમાં સહન કરી શકાય તેમ નથી.”

ISKCON એટલે કે ‘International Society for Krishna Consciousness’,આ એક આધ્યાત્મિક સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1966માં A.C. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા ભગવદ ગીતા અને ભારતીય વેદો પર આધારિત છે. ઈસ્કોનનો મુખ્ય ઉદ્દેશ ભગવાન કૃષ્ણની ભક્તિ દ્વારા પ્રેમ, કરુણા અને આત્મજ્ઞાન ફેલાવવાનો છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો