LONDON : જ્યારથી ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી તેઓ એક યા બીજા મુદ્દે સતત ચર્ચામાં છે. હવે તેના પરિવાર સાથે જોડાયેલો એક નવો દાવો કરવામાં આવ્યો છે. દાવામાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના દાદાએ કેન્યાના સ્વાતંત્ર્ય સેનાનીઓને 1950ના દાયકામાં આઝાદીના યુદ્ધમાં બ્રિટિશ શાસન સામે બળવો કરવામાં મદદ કરી હતી. ડેઇલી મેઇલે અહેવાલ આપ્યો છે કે પીએમ ઋષિ સુનકના દાદા રામદાસ સુનક બ્રિટિશ પેરોલ પર હતા, ત્યારે કેન્યાના માઉ માઉ બળવાખોરોને તાલીમ આપવામાં અને તેમને ગેરિલા તકનીકોથી સજ્જ કરવામાં મદદ કરવામાં સામેલ હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રામદાસ સુનકે શરૂઆતમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને પછી નાણાં અને ન્યાય વિભાગમાં વરિષ્ઠ વહીવટકર્તા તરીકે કામ કર્યું હતું. રામદાસ જ્યારે નાના હતા, ત્યારે ભારતના પંજાબ રાજ્યથી કેન્યાના નૈરોબીમાં સ્થળાંતર થયો હતો. અને ત્યાં માખન સિંહ નામના બાળપણના મિત્ર સાથે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયો હતા. માખન સિંહ પોતે પંજાબના હતા અને પાછળથી કેન્યામાં રહેતા એક અગ્રણી ટ્રેડ યુનિયનિસ્ટ બન્યા હતા.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્યાની આઝાદી બાદ ત્યાં ફેલાયેલા જાતિવાદનો સામનો કર્યા બાદ ઋષિના દાદા રામદાસ બ્રિટન ચાલ્યા ગયા હતા. જ્યાં તે સાઉધમ્પ્ટનમાં સ્થાયી થયો. અહીં તેમણે વૈદિક સોસાયટી હિન્દુ મંદિરની સ્થાપના કરવામાં મદદ કરી.
માઉ માઉ લડવૈયાઓ કેન્યાના આંદોલનકારીઓનું એક જૂથ છે, જેમણે 1950 ના દાયકામાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે દેશની સ્વતંત્રતા લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સશસ્ત્ર ચળવળ મુખ્યત્વે કિકુયુ વંશીય જૂથના સભ્યોથી બનેલી છે, જે કેન્યામાં સૌથી મોટી છે.
આ પણ વાચો: Pakistan: ઈમરાને ફરી આપ્યું ભડકાઉ ભાષણ, કહ્યું- જ્યા સુધી જનસમુદાય છે ત્યાં સુધી પાર્ટી ખતમ નહીં થાય
બ્રિટિશ સંસ્થાનવાદી નીતિઓ સામે 1952માં કેન્યામાં માઉ માઉ બળવો શરૂ થયો હતો. તેમના લડવૈયાઓએ હુમલા માટે ગેરિલા વ્યૂહરચના અપનાવી હતી, જેમાં ઓચિંતો હુમલો, દરોડા અને તોડફોડનો સમાવેશ થતો હતો. આ દ્વારા, તેમણે વસાહતી અધિકારીઓ અને બ્રિટિશ રાજને ટેકો આપનારા વફાદાર આફ્રિકનોને નિશાન બનાવ્યા. વિદ્રોહને ડામવા માટે, અંગ્રેજોએ 1952માં કટોકટી લાદી અને માઉ માઉ લડવૈયાઓ સામે તેમની લશ્કરી કાર્યવાહી શરૂ કરી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો