Breaking News : X પોતાની ભૂલ સ્વીકારી કહ્યું ભારતીય કાયદા અનુસાર કામ કરીશું, 600થી વધારે એકાઉન્ટ ડિલીટ કર્યા

Xએ Grok વિવાદમાં પોતાની ભૂલ સ્વીકારી છે. 600થી વધારે એકાઉન્ટ ડિલીટ કર્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર 3,500 પોસ્ટ બ્લોક કરી છે. કંપનીએ ભારતીય કાયદાનું પાલન કરવાનું વિશ્વાસ આપ્યો છે.

Breaking News : X પોતાની ભૂલ સ્વીકારી કહ્યું ભારતીય કાયદા અનુસાર કામ કરીશું, 600થી વધારે એકાઉન્ટ ડિલીટ કર્યા
| Updated on: Jan 11, 2026 | 11:06 AM

X Grok Controversy : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ Grok AI સાથે જોડાયેલા અશ્લીલ કંન્ટે વિવાદ પર પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીએ ભારત સરકારને વિશ્વાસ આપ્યો છે કે, તે ભારતીય કાનુન અનુસાર કામ કરશે. આ સિવાય કંપનીએ આ મામલે અંદાજે 3,500 પોસ્ટ બ્લોક કરી છે અને 600થી વધારે અકાઉન્ટ ડિલીટ કર્યા છે. સરકારના કડક પગલાં બાદ, X એ સામગ્રી મધ્યસ્થતાને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું છે. આ પગલું ઓનલાઈન પોર્નોગ્રાફી અને મહિલાઓને નિશાન બનાવવા અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવ્યું છે.

Grok વિવાદ

ભારત સરકારે હાલમાં જ Xના AI ટૂલ Grok દ્વારા અશ્લીલ અને આપત્તિજનક કન્ટેટ ફેલાવવા પર ગંભીર ચિંતા જણાવી હતી. સરકારી એજન્સીઓનું કહેવું હતુ કે,Grokના ઉપયોગથી માત્ર ફેક પ્રોફાઈલ બનાવવામાં નહી પરંતુ મહિલાઓને પરેશાન કરી તેમને ઓનલાઈન નિશાને બનાવવામાં પણ થઈ રહી છે. જેમાં ઈમેજ એડિટિંગ, સિન્થેટિક કન્ટેટ તેમજ ખોટા પ્રોમ્પટ દ્વારા મહિલાઓના ફોટો અને વીડિયો બનાવી દુરઉપયોગ કરવામાં આવતો હતો. જેને લઈ સરકારે મોટી કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેમજ એક્સ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

3,500 આપત્તિજનક પોસ્ટને બ્લોક

સુત્રો મુજબ આ મામલે અંદાજે Xના 3,500 આપત્તિજનક પોસ્ટને બ્લોક કરી છે. આ સાથે 600થી વધારે એવા એકાઉન્ટસને પ્લેટફોર્મ પરથી દુર કર્યા છે. જે અશ્લીલ તેમજ ગેરકાનુની સામગ્રી ફેલાવવામાં સામેલ હતા. Xએ સરકારને જણાવ્યું કે, આ પ્રકારની સામગ્રીને રોકવા માટે તેની સિસ્ટમ અને મોનિટરિંગને વધુ મજબુત કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે, આવી સામગ્રીને જલ્દીથી દુર કરવામાં આવશે.

સામગ્રી મોડરેશનમાં આગળ શું બદલાશે

સુત્રો મુજબ Xએ વિશ્વાસ આપ્યો કે, તે ભારતીય નિયમો હેઠળ મોડરેશન સિસ્ટમને વધુ કડક બનાવશે. કંપનીએ કહ્યું કે, હવે તે આપત્તિજનક સામગ્રીને, યુઝર્સ અને એકાઉન્ટસ પર જલ્દી કાર્યવાહી કરશે. આ સાથે અનિવાર્ય રિપોર્ટિંગ તેમજ દેખરેખ માટે મજબુત સિસ્ટમ બનાવશે.2 જાન્યુઆરીના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે Xને આદેશ આપ્યો હતો કે, તે Grok સાથે જોડાયેલ તમામ અશ્લીલ, તેમજ ગેરકાનુની સામગ્રીને જલ્દી દુર કરે. મંત્રાલયે ચેતવણી પણ આપી હતી કે, જો આવું ન થયું તો તેના પર આઈટી એક્ટ અથવા અન્ય કાનુન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

ટેક્નોલોજી એટલે વ્યવહારિક હેતુઓ માટે આપણે જે સાયન્સ નોલેજનો ઉપયોગો કરીએ તે એટલે ટેક્નોલોજી. અહી ક્લિક કરો

 

 

Published On - 10:33 am, Sun, 11 January 26