Breaking News : UAE માં બસ-ટ્રક અકસ્માત, 13નાં મોત, મૃતકોમાં ભારતીયો પણ સામેલ

યુનાઇટેડ અરબ અમીરાતમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાસ અલ ખૈમાહમાં મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 14થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૃતકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ છે. જેના પગલે ભારતીયદૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

Breaking News : UAE માં બસ-ટ્રક અકસ્માત, 13નાં મોત, મૃતકોમાં ભારતીયો પણ સામેલ
Tragic bus accident in the UAE
| Updated on: Nov 25, 2026 | 7:41 AM

યુનાઇટેડ અરબ અમીરાતમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાસ અલ ખૈમાહમાં મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 14થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મૃતકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ છે. જો કે દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કર્યો છે.

અલ વતન રોડ પર થયો અકસ્માત

પ્રાપ્તથતી માહિતી અનુસાર આ અકસ્માત મંગળવાર 24 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે રાસ અલ ખૈમાહના અલ વતન રોડ પર થયો હતો. બસમાં 41 મુસાફરોને લઈને જઈ રહી હતી, ત્યારે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા રસ્તાની એક બાજુ ઊભી રહી હતી. આ સમય દરમિયાન બસ ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, બચાવ દળ, એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં 13 લોકોના મોત

UAEના ગૃહ મંત્રાલય દ્વારા શરૂઆતમાં અકસ્માતમાં 11 લોકોનાં મોત થયાની માહિતી આપવામાં આવી હતી. જોકે, ગંભીર રીતે ઘાયલ થયેલા બે વધુ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને 13 થયો હતો. અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 14 લોકોને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ભારતીય નાગરિકો પણ અકસ્માતનો ભોગ બન્યા

દુબઈમાં આવેલી ભારતીય વાણિજ્ય દૂતાવાસએ પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં ભારતીય નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. જોકે, અત્યાર સુધી કેટલા ભારતીયોનાં મોત થયા છે અથવા કેટલા ભારતીયો ઘાયલ થયા છે તેની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

ભારતીય દૂતાવાસે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ જણાવ્યું છે કે અકસ્માત અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.કોન્સ્યુલેટે સહાય મેળવવા ઈચ્છતા લોકો માટે 28 કલાકની ટોલ-ફ્રી હેલ્પલાઇન, 800-46342, પણ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નેપાળમાં ફરી ભૂકંપથી ધરા ધ્રૂજી, બિહાર અને ભૂટાનમાં પણ આંચકા

Published On - 7:37 am, Wed, 25 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.