ક્રિમીઆમાં એક દુઃખદ વિમાન અકસ્માતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે, જેમાં રશિયાનું લશ્કરી પરિવહન વિમાન An-26 ક્રેશ થતાં તેમાં સવાર તમામ 29 લોકોના મોત થયા છે. રશિયન સમાચાર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વિમાન બુધવારે સવારે ક્રિમીઆ વિસ્તારમાં એક ખડક સાથે અથડાયું હતું.
ક્રિમીઆમાં એક દુઃખદ વિમાન અકસ્માતે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે, જેમાં રશિયાનું લશ્કરી પરિવહન વિમાન An-26 ક્રેશ થતાં તેમાં સવાર તમામ 29 લોકોના મોત થયા છે. રશિયન સમાચાર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ વિમાન બુધવારે સવારે ક્રિમીઆ વિસ્તારમાં એક ખડક સાથે અથડાયું હતું. આ વિમાન સાથેનો સંપર્ક અચાનક તૂટી જતાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, બાદમાં તેનો અવશેષ કાળા સમુદ્રના દ્વીપકલ્પ વિસ્તારમાં મળી આવ્યો હતો.
ટેકનિકલ ખામી હોવાની પ્રાથમિક માહિતી
રશિયન સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 29 લોકો સવાર હતા, જેમાં 23 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં કોઈપણ વ્યક્તિ જીવતો બચી શક્યો નથી. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાન ટેકનિકલ ખામીના કારણે નિયંત્રણ ગુમાવી બેસ્યું હતું, જેના કારણે તે ખડક સાથે અથડાયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણોને લઈને હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે.
TASS અને RIA જેવી રશિયન સમાચાર એજન્સીઓએ પણ આ ઘટનાને લઈને અહેવાલ આપ્યો છે અને સંકેત આપ્યો છે કે ટેકનિકલ સમસ્યા મુખ્ય કારણ હોઈ શકે છે. હાલ અધિકારીઓ દ્વારા વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ અકસ્માત સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ક્રિમીઆ વિસ્તાર પહેલાથી જ રાજકીય અને સૈન્ય દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. 2014માં રશિયાએ યુક્રેન પાસેથી ક્રિમીઆને પોતાના સાથે જોડ્યા બાદ આ વિસ્તાર સતત તણાવમાં રહ્યો છે. આવા સંજોગોમાં આ પ્રકારની દુર્ઘટના રશિયન લશ્કરી પરિવહન કામગીરીની સલામતી અંગે નવા પ્રશ્નો ઉભા કરે છે.
રશિયાનું An-26 એરક્રાફ્ટ
An-26 વિમાન વિશે વાત કરીએ તો, તે એક ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ લશ્કરી પરિવહન વિમાન છે, જેનું ડિઝાઇનિંગ 1969માં સોવિયેત યુનિયનમાં થયું હતું અને 1972માં તેને સેવા માટે દાખલ કરવામાં આવ્યું હતું. તે An-24 વિમાનનું સુધારેલું સંસ્કરણ છે, જેમાં પાછળ લોડિંગ રેમ્પની સુવિધા આપવામાં આવી છે, જે તેને સૈન્ય પરિવહન માટે વધુ ઉપયોગી બનાવે છે. આ દુર્ઘટનાએ રશિયન સૈન્ય અને પરિવહન પ્રણાલીની સલામતી અંગે ગંભીર ચર્ચા જગાવી છે અને મૃતકોના પરિવારજનો માટે શોકની લાગણી ફેલાવી છે.
આ પણ વાંચો- Breaking news: અમેરિકા બેથી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે… ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના આપ્યા સંકેત