Breaking News : કતારના રાસ લાફાનમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ, 12 ભારતીય નાગરિકોના મોત

કતારના રાસ લાફાન ઔદ્યોગિક શહરમાં સોમવારના રોજ ગેસ પ્લાન્ટવાળી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મૃત્યું થયા છે. મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવવામાં આવે.

Breaking News : કતારના રાસ લાફાનમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ, 12 ભારતીય નાગરિકોના મોત
Image Credit source: AI
| Updated on: Jun 23, 2026 | 8:44 AM

કતાર સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોની સ્થિતિ હજુ સ્થિર છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દૂતાવાસ કતારના અધિકારીઓ સતત સંપર્કમાં છે અને પ્રભાવિત નાગરિકો અને તેના પરિવારને દરેક સહાયતા આપવા માટે કામ કરી રહ્યું છે.દૂતાવાસ એ પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કે, મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા લાવવામાં આવે.

દૂતાવાસે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. કતારમાં ભારતીય દુતાવાસે રાસ લાફાન ઈન્ડસ્ટ્રિયલ સિટીમાં રવિવારના રોજ થયેલી દુખદ ઘટનાથી પ્રભાવિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.દૂતાવાસે મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.+974-55647502 અને +975-55384683. આ સાથે એ પણ કહ્યું કે, પુછપરછ માટે cons.doha@mea.gov.in ઈમેલ પર સંપર્ક કરી શકો છો.

 

 

જાણો કેવી રીતે બની ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારની સાંજે કતારના રાસ લાફાન ઈન્ડસ્ટ્રિયલ સિટીમાં બરઝાન ગેસ સપ્લાઈ ફેસિલિટીને ફરી શરુ કરવાનો પ્રયત્ન દરમિયાન એક ટેકનીકલ ખરાબી આવી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. શરુઆતના રિપોર્ટમાં ઈરાન દ્વારા મિસાઈલ હુમલાની વાત કહેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કતારના ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું કે, કોઈ હુમલો થયો નથી. આ ઘટના એક ટેકનીકલ ખામીના કારણે સર્જાય છે.

13ના મોત 66 ઈજાગ્રસ્ત

આ ઘટનામાં કુલ 13 કર્મચારીઓના મોત થયા છે. જેમાં 12 ભારતીય નાગરિક સામેલ હતા. જ્યારે 66 ઈજાગ્રસ્ત હતા. ઘટના બાદ ભારતીય દૂતાવાસે 12 ભારતીય લોકોના મોતની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે, ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. દૂતાવાસ પ્રભાવિત પરિવારોની મદદ કરવા અને મૃતદેહને ભારત પરત લાવવાની પ્રકિયા માટે કતાર સરકરાની સાથે મળી કામ કરી રહ્યું છે.

દુબઈ એ સંયુક્ત આરબ અમીરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. દુબઈ અમીરાતની રાજધાની છે. જેમાં 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.