Breaking News : પાકિસ્તાનના આ રસ્તાઓ હવે કૃષ્ણનગર, સંતનગર, લક્ષ્મી ચોક, ધર્મપુરાથી ઓળખાશે, જાણો કારણ

પાકિસ્તાનના લાહોરમાં 9 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે,એવી શેરીઓના નામ બદલવાનો નિર્ણય લીધો છે જેને આઝાદી પછી ઇસ્લામિક નામ આપવામાં આવ્યા હતા.

Breaking News : પાકિસ્તાનના આ રસ્તાઓ હવે કૃષ્ણનગર, સંતનગર, લક્ષ્મી ચોક, ધર્મપુરાથી ઓળખાશે, જાણો કારણ
| Updated on: May 19, 2026 | 11:52 AM

પાકિસ્તાનની પંજાબ સરકારે લાહોરમાં અનેક શેરીઓ અને ગલીઓના સ્વતંત્રતા પહેલાના નામ પુનઃસ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપી છે. આનો હેતુ શહેરના ભાગલા પહેલાના વારસાને પુનર્જીવિત કરવાનો છે,તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દાયકાઓમાં, લાહોરમાં ઘણી ઐતિહાસિક શેરીઓ અને ગલીઓના નામ બદલવામાં આવ્યા છે, જેમાં બ્રિટિશ યુગના અને હિન્દુ નામોને ઇસ્લામિક, પાકિસ્તાની અથવા સ્થાનિક વ્યક્તિઓ સાથે જોડાયેલા નવા નામો સાથે બદલવામાં આવ્યા છે.

ભાગલાના 79 વર્ષ પછી, લાહોરમાં અધિકારીઓએ ઇસ્લામિક નામોવાળા સાઇનબોર્ડ્સને જૂના હિન્દુ, શીખ અને અન્ય પરંપરાગત નામોથી બદલી નાખ્યા છે. ઉદાહરણ તરીકે, ઇસ્લામપુરાનું નામ બદલીને કૃષ્ણ નગર કરવામાં આવ્યું છે, અને બાબરી મસ્જિદ ચોકનું નામ જૈન મંદિર ચોકમાં પાછું મૂકવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનામાં નવ સ્થળોના નામ બદલવામાં આવ્યા છે.

લાહૌરના આ સ્થળના નામ બદલવામાં આવ્યા

                        જૂનું નામ                    નવું નામ
                  ઈસ્લામ પુરા                 કૃષ્ણનગર
           સુન્નતનગર                   સંતનગર
         મૌલાના ઝફર ચૌક                     લક્ષ્મી ચૌક
       બાબરી મસ્જિદ ચૌક                    જૈન મંદિર ચૌક
           મુસ્તફાબાદ                       ધર્મપુરા
         સર આગા ખાન ચૌક                    ડેવિસ રોડ
      અલ્લાઝામા ઈકબાલ રોડ                     જેલ રોડ
          ફાતિમા જિન્ના રોડ                 ક્વીંસ રોડ
           બાગ એ જિન્ના                      લોરેન્સ રોડ

 

ઐતિહાસિક શહેરની સાંસ્કૃતિક ઓળખ

પંજાબ સરકારના એક અધિકારીએ કહ્યું કે, થોડા સમય પહેલા મુખ્યમંત્રી મરિયમ નવાજની અધ્યક્ષતામાં થયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં લાહૌર અને તેની આસપાસના વિસ્તારના રસ્તાઓ અને ગલીઓના મૂળ અને ઐતિહાસિક નામો બદલાવાની યોજનાને મંજુરી આપી હતી.તેમણે કહ્યું કે, આ નિર્ણય એક ઐતિહાસિક શહેરની સાંસ્કૃતિક ઓળખ અને વારસાને પુનજીવિત કરવા માટે લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પહેલનું નેતૃત્વ પૂર્વ પ્રધાનમંત્રી નવાશ શરીફ કરી રહ્યા છે. જે લાહૌર વિરાસત ક્ષેત્ર પુનરુદ્વાર પરિયોજનાના પ્રમુખ પણ છે. તેના પ્રસ્તાવને ગત્ત અઠવાડિયે કેબિનેટમાં મંજુરી મળી ગઈ હતી.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે, અહી ક્લિક કરો

Follow Us