Breaking News Pakistan: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાન પણ સળગ્યું અને PMનું ઘર પણ, વાંચો અત્યાર સુધીના Latest Updates

|

May 10, 2023 | 7:44 AM

Imran Khan Arrested: ઈમરાન ખાનની ધરપકડ બાદ તરત જ સમગ્ર પાકિસ્તાનમાં આગામી 30 દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. દેશભરમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે

Breaking News Pakistan: ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાન પણ સળગ્યું અને PMનું ઘર પણ, વાંચો અત્યાર સુધીના Latest Updates
Imran Khan In jail: Why is the situation in Pakistan out of control?

Follow us on

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. ધરપકડ બાદ ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અનેક શહેરોમાં તોડફોડ અને આગચંપી જેવા કૃત્યો કર્યા છે. સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન પર હુમલો કર્યો.

ઈમરાન ખાનની ધરપકડ બાદ તરત જ સમગ્ર પાકિસ્તાનમાં આગામી 30 દિવસ માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. દેશભરમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઈમરાન ખાનની ગઈકાલે એટલે કે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ચાલો અત્યાર સુધીના મોટા અપડેટ્સ પર એક નજર કરીએ.

ઈમરાન ખાનની ધરપકડ પછીના મુખ્ય અપડેટ્સ

  1. ઈમરાન ખાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે બે દિવસ પહેલા તેણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના એક વરિષ્ઠ અધિકારી પર પોતાની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સેના અને વડાપ્રધાને પણ ઈમરાન પર વળતો પ્રહાર કર્યો હતો.
  2. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લા ખાને કહ્યું છે કે આ કેસમાં અનેક નોટિસ જારી કરવામાં આવ્યા બાદ ઈમરાન કોર્ટમાં હાજર થયો ન હતો. NABએ તેની દેશની તિજોરીને નુકસાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી છે. તેમની સાથે કોઈ ગેરવર્તણૂક કરવામાં આવી નથી.
  3. Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
    'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
    કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
    મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
    23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
    ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
  4. બુધવારે સવારે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ઘરને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડી સળગાવી. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આજે યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ઘણા શહેરોમાં ઈન્ટરનેટ ધીમું થઈ ગયું છે.
  5. પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે, ડોનના સમાચાર અનુસાર, મંગળવારે પ્રદર્શન દરમિયાન ઇસ્લામાબાદમાં 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
  6. ઈમરાનની ધરપકડ બાદ પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરે ટ્વીટ કર્યું હતું કે પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિ નક્કી કરશે કે શું કરવું અને શું ન કરવું.
  7. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડની કાયદેસરતા પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જો ધરપકડ ગેરકાયદેસર સાબિત થશે તો ઈમરાનને છોડવો પડશે.
  8. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડના 15 મિનિટની અંદર ગૃહ મંત્રી અને ઈસ્લામાબાદ પોલીસ વડાને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટમાં આવો અને જણાવો કે ધરપકડ શા માટે અને કયા કેસમાં થઈ.
  9. વિરોધીઓ લાહોર કેન્ટમાં કોર્પ્સ કમાન્ડર હાઉસ અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં પણ પ્રવેશ્યા હતા, જ્યાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. હેડક્વાર્ટરની અંદર પાળેલા સફેદ મોર અને અન્ય વસ્તુઓની લૂંટ કરી હતી.
  10. ઈમરાનની ધરપકડ બાદ તરત જ પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવિધ સ્થળોએ આગચંપી અને તોડફોડ શરૂ કરી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર દેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ પછી પ્રદર્શન અટક્યું નહીં.
  11. ઈમરાન ખાન જ્યારે અન્ય કોઈ કેસમાં કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુનાવણી બાદ ઈમરાન ખાન બહાર આવતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
  12. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ 1 મેના રોજ રાવલપિંડીમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NBA) દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ પછી 9 મેના રોજ પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરી હતી.
  13. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ ચીફ પર 50 અબજ રૂપિયાની રિયલ એસ્ટેટ ફર્મના મની લોન્ડરિંગને કાયદેસર બનાવવા માટે અબજો રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.
Next Article