Breaking News : ભારતના સૌથી મોટા દુશ્મનમાંથી એક દુશ્મનના મોતના સમાચાર ટ્વીટર પર થયા વાયરલ, જાણો સમગ્ર વિગત

Khalistan Terrorist Gurpatwant Singh Pannu Death : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનો દાવો સોશિયલ મીડિયા ટ્વિટર પર કરવામાં આવી રહ્યો છે. ખાલિસ્તાન આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિદેશમાંથી ભારત વિરોધી એજન્ડા ચલાવતો હતો.

Breaking News : ભારતના સૌથી મોટા દુશ્મનમાંથી એક દુશ્મનના મોતના સમાચાર ટ્વીટર પર થયા વાયરલ, જાણો સમગ્ર વિગત
Gurpatwant Singh Pannu
| Edited By: | Updated on: Jul 05, 2023 | 10:35 PM

Gurpatwant Singh Pannu Death : ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનો દાવો સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર દાવો કરવામાં આવે છે કે ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. પન્નુ એ શીખ ફોર જસ્ટિસ નામના આતંકવાદી સંગઠનના સલાહકાર અને પ્રવક્તા છે, જે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તે પંજાબને ખાલિસ્તાન બનાવવાની હિમાયત કરતો રહ્યો છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલા ગુરપતવંત સિંહ પન્નુના મોત અંગેના સમાચારની પૃષ્ઠી કરતુ નથી. પરંતુ ટ્વીટર પર ગુરપતવંત સિંહ પન્નુના મોત અંગે જે ટ્વીટ વાયરલ થઈ રહ્યાં છે તે અમે દર્શાવી રહ્યાં છીએ.

જુઓ વીડિયો

એવું કહેવાય છે કે છેલ્લા 60 દિવસમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ – હરદીપ સિંહ નિજ્જર, અવતાર સિંહ ખાંડા અને પરમજીત સિંહ પંજવારની હત્યા થયા બાદ તે છુપાયો હતો.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના બેનર હેઠળ તે અમેરિકાથી ખાલિસ્તાન જનમત અભિયાન ચલાવી રહ્યો હતો. ગુરપતવંત પન્નુ અને હરદીપ સિંહ નિજ્જર બંને સાથે કામ કરતા હતા. પન્નુએ ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ખાલિસ્તાન અંગે લોકમત પણ હાથ ધર્યો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ ચલાવતો હતો. પન્નુ અને નિજ્જરે 2019 માં હાથ મિલાવ્યા હતા અને તેમના ખાલિસ્તાની એજન્ડા પર પ્રચાર કરી રહ્યા હતા. કેનેડામાં 2020ના લોકમતમાં તેમની ભૂમિકા મહત્વની હતી.

નિજ્જર પાછળથી SFJનો ચહેરો બન્યો અને કેનેડાના વાનકુવર અને સરેમાં ખાલિસ્તાન તરફી ઝુંબેશ ચલાવતો હતો. નિજ્જર, જેઓ કેટીએફના અધ્યક્ષ હતા, તેની સરે શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નિજ્જરના મૃત્યુ બાદ પન્નુએ તેનું કામ બંધ કરી દીધું હોવાનું કહેવાય છે. તે સંતાઈ રહ્યો હતો. નિજ્જરના સમર્થનમાં પણ તેણે કોઈ વિડિયો બહાર પાડ્યો ન હતો. પન્નુ અવારનવાર વીડિયો જાહેર કરીને ભારત વિરોધી વાતો કરતો હતો. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં વિરોધ પ્રદર્શનમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સામાન્ય રીતે પન્નુ ભારતમાં આતંકવાદી હુમલાનો શ્રેય લેતો હતો. આમ હોવા છતાં, અવતાર સિંહ ખંડાના રહસ્યમય મૃત્યુ સિવાય, તેણે બે આતંકવાદીઓની હત્યા પછી પણ મૌન રહ્યો. તેના મૌનએ ખાલિસ્તાની સંગઠનોને પણ વિચારવા મજબૂર કરી દીધા છે.

Published On - 8:41 pm, Wed, 5 July 23