
ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને વૈજ્ઞાનિક સોનમ વાંગચુકને મંગળવારના રોજ દિલ્લીની સફરદજંગ હોસ્પટિલમાંથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, કેન્દ્રિય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ પહોંચી વાંગચુક સાથે મુલાકાત કરી હતી અને તેના સ્વાસ્થ વિશે જાણકારી મેળવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ બંને મંત્રીઓએ હોસ્પિટલમાં સોનમ વાંગચુક સાથે વાતચીત કરી અને સ્થિતિ વિશે જાણકારી લીધી હતી. વાંગચુકને મંગળવારે સાંજે અંદાજે 7:30 કલાકે ચુસ્ત સુરક્ષા વચ્ચે એમ્બ્યુલન્સથી મેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેને હોસ્પિટલના આઈસીયુ-8માં દાખલ કરવામાં આવ્યા છે.
મેદાંતા હોસ્પિટલના એક અધિકારી મુજબ વાંગચુકની સારવાર આંતરિક ચિકિત્સા વિશેષજ્ઞ ડો. સુશીલા કટારિયાની દેખરેખમાં કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
સોનમ વાંગચુકે 28 જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર છે. મંગળવારના રોજ તેના અનશનનો 24મો દિવસ હતો. આ વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ નીટ પેપર લીક મામલાને લઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાનો વિરોધ તેજ કર્યો છે. પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર છે. સતત કેન્દ્રિય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સોનમ વાંગચુક કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વવાળી વિરોધ પ્રદર્શનના સમર્થનમાં 28 જૂનથી અનિશ્ચિતકાળ ભૂખ હડતાળ પર છે. તેની માંગ શિક્ષા વ્યવસ્થામાં થઈ રહેલી ગેરરીતી પર છે. જેમાં નીટ સહિત અનેક પરીક્ષાઓના પેપર લીક,પરીક્ષા અનિયમિતતાઓ પર શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગવાનો છે.
સોનમ વાંગચુકનો જન્મ 1 સપ્ટેમ્બર, 1966ના રોજ લદ્દાખના નાના ગામ ઉલેટોકપોમાં થયો હતો.સોનમ વાંગચુક એક ભારતીય એન્જિનિયર ,કાર્યકર્તા, શિક્ષણ સુધારક અને પર્યાવરણવાદી છે.તેઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના સ્થાપક-નિર્દેશક છે, તેમનું બાળપણ પડકારોથી ભરેલું રહ્યું છે.તે સમયે ગામમાં ટેકનોલોજીનો અભાવ હતો, તેથી તેઓ નવ વર્ષના થયા ત્યાં સુધી અભ્યાસ કરી શક્યા નહીં,2025 સુધીમાં તેમને લગભગ 15 એવોર્ડ મળી ચૂક્યા છે, જેમાં રેમન મેગ્સેસે એવોર્ડ (2018) પણ સમાવેશ થાય છે.
Published On - 8:33 am, Wed, 22 July 26