Breaking News : ઇઝરાયલે સીરિયામાં બોમ્બમારો કર્યો, એન્કર લાઈવ શો કરી રહી હતી ત્યારે થયો વિસ્ફોટ – જુઓ Video

સીરિયન સેના અને દારુસ સશસ્ત્ર જૂથો વચ્ચે અથડામણ ચાલુ છે. આ દરમિયાન, ઇઝરાયલે સીરિયામાં ભારે બોમ્બમારો કર્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Breaking News : ઇઝરાયલે સીરિયામાં બોમ્બમારો કર્યો, એન્કર લાઈવ શો કરી રહી હતી ત્યારે થયો વિસ્ફોટ - જુઓ Video
| Updated on: Jul 16, 2025 | 9:11 PM

ઈરાન પછી હવે ઈઝરાયલે સીરિયા સામે યુદ્ધની ઘોષણા કરી છે . ઈઝરાયલી સેનાએ બુધવારે (16 જુલાઈ 2025) સીરિયાની રાજધાની દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને રાષ્ટ્રપતિ મહેલ નજીક ડ્રોન હુમલા કર્યા હતા.

આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે, જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે નજીકની એક ઈમારતમાં એક ટીવી એન્કર લાઈવ પ્રસારણ કરી રહી હતી . જો કે તે જ સમયે એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે એન્કર ડરી ગઈ અને આમતેમ દોડવા લાગી.

ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે X પર આ વીડિયો શેર કરીને હુમલાની પુષ્ટિ કરી છે . તેમણે કહ્યું કે, દમાસ્કસમાં સીરિયન લશ્કરી મુખ્યાલયના એન્ટ્રી ગેટને નિશાન બનાવવામાં આવ્યું છે. સીરિયન સૈન્યને સુવૈદાથી પીછેહઠ કરવાની ચેતવણી આપ્યા બાદ ઇઝરાયલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.


ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને કહ્યું કે, “હવે અમારી ચેતવણી પૂરી થઈ ગઈ છે. હવે અમે દમાસ્કસ પર આકરા પ્રહારો કરીશું . ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ ( IDF ) સુવૈદામાં બળપૂર્વક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે .”

ઇઝરાયલે તાજેતરમાં દક્ષિણ સીરિયાના સુવૈદામાં સ્થાનિક સુરક્ષા દળો અને ડ્રુઝ સમુદાય વચ્ચે થયેલી અથડામણમાં હસ્તક્ષેપ કર્યો છે . ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે, IDF સીરિયામાં ડ્રુઝ સમુદાયનું રક્ષણ કરશે .

આ સતત ત્રીજો દિવસ છે કે, જ્યારે ઇઝરાયલે સીરિયા પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર , ડ્રુઝ સમુદાય અને સીરિયન સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ તૂટી ગયા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા.

હજુ ઘાતક હુમલા થશે: ઇઝરાયેલ કાત્ઝે

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું કે, IDF સીરિયાના સુરક્ષા દળો પર હુમલાઓ ચાલુ રાખશે, જ્યાં સુધી તેઓ ઇઝરાયલના પ્રદેશમાંથી પાછા ન હટી જાય. જો તેઓ પીછેહઠ નહીં કરે, તો ટૂંક સમયમાં વધુ ઘાતક હુમલાઓ કરવામાં આવશે.

ઇઝરાયલે મંગળવારે પણ કર્યા હુમલા

મંગળવારે ઇઝરાયલે સુવૈદા શહેર અને તેની આસપાસ સીરિયન સૈન્યના કાફલા પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘાયલ થયા. આનાથી સ્થાનિક ડ્રુઝ સમુદાય, બેદુઈન જાતિઓ અને સીરિયાની આંતરિક સરકારની સેનાઓ વચ્ચે ચાલી રહેલી ઝપાઝપી વધુ તેજ થઈ ગઈ.

ડ્રુઝ એક ધાર્મિક અને વંશીય લઘુમતી સમુદાય છે, જે ઇસ્લામમાંથી ઉદ્ભવ્યો છે અને મુખ્યત્વે સીરિયા, લેબનોન, ઇઝરાયલ અને જોર્ડનમાં રહે છે.

ઈઝરાયેલ એ એક આરબ દેશ છે. દક્ષિણ પૂર્વ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠે આવેલો આ દેશ ઈઝરાયેલની ઉત્તરમાં લેબનોન, પૂર્વ તરફમાં જોર્ડન અને સીરિયાથી જોડાયેલો છે. ઈઝરાયેલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 9:08 pm, Wed, 16 July 25