આજથી ટ્વિટર પર ફ્રી બ્લુ ટિક દેખાશે નહીં કારણ કે કંપનીએ લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરી દીધી છે. ઈલોન મસ્ક પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. 12 એપ્રિલે ટ્વિટરના બોસ, ઈલોન મસ્કે કહ્યું હતું કે ફ્રી સર્વિસ 20 એપ્રિલથી બંધ થઈ જશે. એટલે કે જેઓ મફતમાં બ્લુ ટિક લે છે તેમનું વેરિફિકેશન સમાપ્ત થઈ જશે. જો તમને બ્લુ ટિક જોઈતુ હોય તો તમારે હવે તેના માટે પૈસા ચૂકવવા પડશે.
બ્લુ ટિક માટે પેઇડ સબસ્ક્રિપ્શન ચાર્જ (લગભગ રૂ. 650) ચૂકવવો પડશે. લેગસી વેરિફાઈડ એકાઉન્ટને જૂનું બ્લુ ટિક એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, હવે ફક્ત બ્લુ સબસ્ક્રિપ્શન ખરીદનારા વપરાશકર્તાઓને જ બ્લુ ટિક મળશે. અગાઉ આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો ન હતો, પરંતુ જ્યારથી મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે.
Tomorrow, 4/20, we are removing legacy verified checkmarks. To remain verified on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOXAX
Organizations can sign up for Verified Organizations here: https://t.co/YtPVNYypHU
— Twitter Verified (@verified) April 19, 2023
એલોન મસ્કએ 12 એપ્રિલે સ્પષ્ટ કર્યું હતું કે 20 એપ્રિલથી ફ્રી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જો તેઓ તેને સબ્સ્ક્રાઇબ કરે છે, તો તે ઠીક છે, અન્યથા તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે.
Final date for removing legacy Blue checks is 4/20
— Elon Musk (@elonmusk) April 11, 2023
તમને જણાવી દઈએ કે વેબ પર ટ્વિટર બ્લુનો માસિક ચાર્જ 650 રૂપિયા છે, જ્યારે વાર્ષિક પ્લાનની વાત કરીએ તો તમારે આ માટે 6,800 રૂપિયા ખર્ચવા પડશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સે 900 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે.
Published On - 6:39 am, Fri, 21 April 23