
ફિલિપાઈન્સના દક્ષિણી દ્રીપ મિંદાનાઓમાં સોમવારના રોજ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દક્ષિણી શહર જનરલ સેન્ટોસમાં 5 લોકના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. ભૂકંપ પછી ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયાના અનેક દરિયાઈ વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.સમુદ્ર કિનારે રહેતા લોકોને તરત જ સુરક્ષિત સ્થાનો પર જવાની સલાહ આપવામાં આવી છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાઈન્સેઝના મુજબ ભૂકંપ જમીનથી માત્ર 10 કિમી ઉંડાઈ પર આવ્યો હહતો. ઓછી ઉંડાઈ પર આવતા ભૂંકપના કારણે જમીન વધારે હલે છે. તેમજ સુનામીનો ખતરો પણ વધી જાય છે. GFZ પહેલે આની તીવ્રતા 7.3ની જણાવી હતી. ત્યારબાદ 8.2 કહેવામાં આવી હતી.સંશોધિત કરવામાં આવતા 7.8 બતાવવામાં આવી છે. ભૂંકપના ઝટકાના કારણે એપાર્ટમેન્ટનો નાશ થયો છે. એક શાળા પણ ધરાશાયી થઈ છે.
WATCH: Footage shows a high school building that collapsed following the powerful earthquake that struck the Philippines. pic.twitter.com/XGgbnposCY
— Breaking911 (@Breaking911) June 8, 2026
ભૂકંપ પછી તરત જ અમેરિકી સુનામી વોર્નિગ સિસ્ટમને અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દરિયાઈ વિસારમાં ખતરનાક સમુદ્રી લહેરો આવી શકે છે. ત્યારબાદ ઈન્ડોનેશિયાની જિયો ફિઝિક્સ એજન્સીએ પણ દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરી લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે.
Buildings collapse in Mindanao as a powerful 7.8 magnitude earthquake rocks the Philippines pic.twitter.com/0aHN23wRqt
— Surajit (@surajit_ghosh2) June 8, 2026
ફિલીપાઈન્સની સરકારી એજન્સી PHIVOLCS એ ચેતવણી જાહેર કરી છે કે, પ્રભાવિત દરિયાઈ વિસ્તારમાં એક મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. એજન્સીએ દક્ષિણી ફિલીપાઈન્સના અનેક વિસ્તારોમાં લોકોએ તરત જ ઉંચા વિસ્તારોમાં જવું કે સમુદ્રમાં સુરક્ષિત સ્થાનો પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
VIDEO | Manila, Philippines: Building collapses as 7.8-magnitude quake strikes off southern Philippines.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/3AAVCOdB0B
— Press Trust of India (@PTI_News) June 8, 2026
ફિલિપાઇન્સમાં કુદરતી આફતો માટે વિશ્વના સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનો એક છે. પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સ્થિત, ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળવાના બનાવો વારંવાર બને છે. વધુમાં આ દેશમાં દર વર્ષે આશરે 20 વાવાઝોડા અને ચક્રવાત આવે છે, જેના કારણે તેના લોકો માટે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.