Earthquake Breaking : ચીનમાં આવ્યો 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 100થી વધારે મકાન ધરાશાયી, અનેક લોકો ઘાયલ

|

Aug 06, 2023 | 7:53 AM

China news : ચાઇના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) દક્ષિણમાં ડેઝોઉ શહેરની નજીક 5.5ની તીવ્રતાનો ભૂકંપ સવારે 2:33 વાગ્યે આવ્યો હતો.

Earthquake Breaking : ચીનમાં આવ્યો 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 100થી વધારે મકાન ધરાશાયી, અનેક લોકો ઘાયલ
China earthquake
Image Credit source: twitter

Follow us on

China : 5 ઓગસ્ટની રાતથી દુનિયાના અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની રાજધાની દિલ્હી બાદ હવે ચીનથી પણ ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપને કારણે ચીનમાં 100થી વધારે ઘર ધરાશાયી થયા છે. મળતી માહિતી અનુસાર, આ ભૂકંપના કારણે 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ચાઇના ભૂકંપ નેટવર્ક સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીનની રાજધાની બેઇજિંગથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) દક્ષિણમાં ડેઝોઉ શહેરની નજીક 5.5ની તીવ્રતાનો ભૂકંપ સવારે 2:33 વાગ્યે આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 5.4 દર્શાવી હતી. ભૂંકપના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. ભૂંકપના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : London News: ઋષિ સુનકની ગેરહાજરી વચ્ચે તેમના ઘરને કાળા કપડાથી ઢાંકી દેવાતા વિવાદ, Video માં જાણો શું છે સમગ્ર મામલો

જુઓ ચીનમાં આવેલા ભૂકંપના વીડિયો

ભારતમાં પણ આવ્યો હતો ભૂકંપ

શનિવારે રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવ્યું છે કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. તે જ સમયે, ચંદીગઢ અને પંજાબના ઘણા વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ જિલ્લાથી ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં 89 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું હતુ. પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હિંદુકુશ હતુ. જોકે, આ ભૂંકપમાં પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

આજે ગુજરાતમાં પણ અનુભવાયો ભૂકંપ

આજે વહેલી સવારે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતો. બનાસકાંઠામાં 4.6ની તીવ્રતાનો ભુકંપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે 4.36 કલાકે આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 104 કિમી દૂર નોંધાયુ હતુ. તેમજ રાજસ્થાનના ઝાલોર પાસે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ હતુ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:41 am, Sun, 6 August 23

Next Article