Breaking News : ભારત આવતા પહેલા અમેરિકાની ફર્સ્ટ લેડી Corona Positive, બાઈડને પણ કરાવ્યો ટેસ્ટ

G-20 સમિટ ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે. આમાં ભાગ લેવા માટે જો બાઈડન અને જીલ બાઈડન નવી દિલ્હી આવવાના છે. પરંતુ પ્રવાસ પહેલા જ કોરોનાએ ચિંતા વધારી દીધી છે અને ફર્સ્ટ લેડી કોવિડ પોઝિટિવ બની છે.

Breaking News : ભારત આવતા પહેલા અમેરિકાની ફર્સ્ટ લેડી Corona Positive, બાઈડને પણ કરાવ્યો ટેસ્ટ
| Edited By: | Updated on: Sep 05, 2023 | 8:04 AM

Corona Positive: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલા જ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન કોરોના પોઝિટિવ આવી છે. આ માહિતી મંગળવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી, હાલમાં તેમનામાં કોરોનાના માત્ર હળવા લક્ષણો છે.

આ પણ વાંચો: G20 Summit: G20માં ભાગ લેનારા રાષ્ટ્રાધ્યક્ષોમાં ભારત અને અમેરિકા સહિત 8 દેશ ટોપ પર, આ છે સંપૂર્ણ લિસ્ટ

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફર્સ્ટ લેડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ બાઈડનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેઓ નેગેટિવ આવ્યા છે. આ અઠવાડિયે રાષ્ટ્રપતિનો સતત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શું આનાથી ભારત પ્રવાસ પર કોઈ અસર પડશે? વ્હાઈટ હાઉસ દ્વારા હજુ સુધી આવી કોઈ અપડેટ આપવામાં આવી નથી.

 

 

G-20 સમિટની મુખ્ય સમિટ ભારતમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની પત્ની અને ટીમ સાથે 8 સપ્ટેમ્બરે અહીં પહોંચવાના હતા. અમેરિકી રાષ્ટ્રપતિ માટે નવી દિલ્હી એરપોર્ટથી લઈને હોટલ સુધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે દરમિયાન, જીલ બાઈડન કોરોના પોઝિટિવ હોવાથી આ પ્રવાસને પણ જોખમમાં મુકી શકે છે.

તેમના સ્થાને પ્રતિનિધિઓ આવશે

નવી દિલ્હીના ભારત મંડપમ (પ્રગતિ મેદાન) ખાતે યોજાનારી આ સમિટ પહેલા રાજધાની દિલ્હીને સજાવવામાં આવી છે અને દરેક જગ્યાએ જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પહેલેથી જ જાણ કરી દીધી છે કે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકશે નહીં અને તેમના સ્થાને પ્રતિનિધિઓ આવશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમિટમાં ભાગ લેશે નહીં. જોકે, આ બેઠકમાં બે ડઝનથી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. આ સમિટ સાથે જ ભારતના G-20 પ્રમુખપદનો કાર્યકાળ પણ સમાપ્ત થશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 am, Tue, 5 September 23