Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના નવા PM

|

Jan 14, 2022 | 12:18 PM

મે 2020માં COVID-19 લોકડાઉન દરમિયાન વડા પ્રધાનની ઑફિસ ડાઉનિંગ સ્ટ્રીટમાં ડ્રિંક પાર્ટી વિશેના ઘટસ્ફોટને પગલે, 57 વર્ષીય બોરિસ જ્હોન્સન (Boris Johnson )પર માત્ર વિરોધ પક્ષોમાંથી જ નહીં, પરંતુ તેમની પોતાની પાર્ટીમાંથી પણ રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે.

Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના નવા PM
British Prime Minister Boris Johnson (file photo)

Follow us on

Boris Johnson : બ્રિટનના મીડિયા રિપોર્ટમાં એવો  દાવો કર્યો છે કે, બોરિસ જોનસન (Boris Johnson) ટૂંક સમયમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે અને ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) તેમનું સ્થાન લઈ શકે છે. ‘મીડિયા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, કોવિડ-19 (Covid-19) લોકડાઉન દરમિયાન વડાપ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત ડ્રિંક પાર્ટી અંગેના ઘટસ્ફોટને પગલે 57 વર્ષીય જ્હોન્સનની માત્ર વિરોધ પક્ષો દ્વારા જ નહીં, પરંતુ તેમની પોતાની પાર્ટી દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. મે 2020માં રાજીનામું આપવાનું દબાણ પણ વધી રહ્યું છે.

મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, જો જ્હોન્સન પદ છોડશે તો (Rishi Sunak) વડા પ્રધાન બને તેવી સંભાવના વધુ છે. રોસબોટમે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ જેરેમી હન્ટ, ભારતીય મૂળના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ, આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ અને કેબિનેટ પ્રધાન (Cabinet Minister)ઓલિવર ડાઉડેન પણ રેસમાં છે.

જોન્સનના પ્રિન્સિપલ પ્રાઈવેટ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સ વતી કથિત રીતે પાર્ટી માટે ઘણા લોકોને મેઈલ મોકલવામાં આવ્યા હતા. જો કે તે સમયે દેશમાં કોવિડ -19 (COVID-19)ના ફેલાવાને રોકવા માટે જાહેર કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ હતો. જ્હોન્સનને આ બાબતે અફસોસ થયો હતો. જ્હોન્સને કહ્યું કે,મને લાગ્યું કે, આ ઘટના તેમના કાર્ય-સંબંધિત ઇવેન્ટ્સના અવકાશમાં છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ઈમેલ દ્વારા પાર્ટીના રહસ્યો જાહેર થયા

અહેવાલો અનુસાર જ્હોન્સને તેની પત્ની કેરી સાથે ગાર્ડન પાર્ટીમાં હાજરી આપીને દેશના COVID-19 લોકડાઉન (Lockdown)ના નિયમો તોડ્યા હતા. પાર્ટી માટે લગભગ 100 લોકોને ઈમેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્હોન્સનના મુખ્ય ખાનગી સચિવ માર્ટિન રેનોલ્ડ્સ વતી આ મેઇલ ઘણા લોકોને મોકલવામાં આવ્યો હતો.

જે દિવસે પાર્ટી થઈ તે દિવસે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોરોનાવાયરસ (Coronavirus)બ્રીફિંગ દરમિયાન, યુકે સરકારે જાહેરાત કરી કે તમે તમારા ઘરની બહાર કોઈ એક વ્યક્તિને સાર્વજનિક સ્થળે મળી શકો છો, જો તમારી વચ્ચે બે મીટરનું અંતર હોય. આ મામલાને ‘પાર્ટીગેટ’ કહેવામાં આવી રહ્યો છે અને તે જ્હોન્સન(Boris Johnson )ના લગભગ અઢી વર્ષની સત્તામાં સૌથી મોટી કટોકટી તરીકે ઉભરી આવ્યો છે.

આ પણ વાંચોઃ

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી મામલે અમેરિકી પ્રતિબંધોથી બચી શકે છે ભારત, રાષ્ટ્રપતિ જો બાઇડના સહયોગીએ આપ્યો આ સંકેત

આ પણ વાંચોઃ

Rocket Attack: બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો, એક બાળક અને એક મહિલા ઘાયલ

Next Article