બ્રિટનના લિવરપૂલ નજીક હોસ્પિટલ બહાર થયો વિસ્ફોટ, પોલીસે બ્લાસ્ટને આતંકવાદી કૃત્યુ ગણાવ્યું

|

Nov 16, 2021 | 5:47 PM

Car Blast in Front of Hospital in UK: યુકેના લિવરપૂલમાં મહિલા હોસ્પિટલની બહાર કારમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે.

બ્રિટનના લિવરપૂલ નજીક હોસ્પિટલ બહાર થયો વિસ્ફોટ, પોલીસે બ્લાસ્ટને આતંકવાદી કૃત્યુ ગણાવ્યું
Blast outside Britain's Liverpool hospital

Follow us on

બ્રિટન (Britain)ના લીવરપુલમાં 2009ની વસ્તી ગણતરી પ્રમાણે 12 લાખની વસ્તીમાં 1.5 ટકા ભારતીયો રહે છે. ત્યારે લિવરપૂલ (Liverpool) હોસ્પિટલની બહાર ટેક્સીમાં એક વિસ્ફોટ (Blast) થયો હતો ત્યારે પોલીસે તે વિસ્ફોટને “ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ” દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ તેને આતંકવાદી (Terrorist attack)કૃત્ય જાહેર કર્યું છે.

યુકેના લિવરપૂલમાં મહિલા હોસ્પિટલની બહાર કારમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે બની હતી. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની ઉંમર 29, 26 અને 21 વર્ષ છે. તેની ધરપકડ લિવરપૂલ (Liverpool)ના કેન્સિંગ્ટન જિલ્લામાં કરવામાં આવી છે.

આ મામલાની માહિતી આપતાં ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે એક ટ્વિટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ આરોપીઓની આતંકવાદ વિરોધી અધિનિયમ (Blast in Britain) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર છે. એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ વિરોધી પોલીસ આ વિસ્તારમાં લિવરપૂલના સુરક્ષા દળો સાથે મળીને કામ કરી રહી છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

પોલીસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે

પોલીસે જણાવ્યું કે તેઓ વિસ્ફોટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે તપાસને ઝડપી બનાવવા માટે મર્સીસાઇડ પોલીસ સાથે કામ કરી રહી છે. આ માટે સુરક્ષા સેવા MI5ની પણ મદદ લેવામાં આવી રહી છે. સશસ્ત્ર અધિકારીઓએ કેન્સિંગ્ટનમાં સેફ્ટન પાર્ક અને બોલર સ્ટ્રીટ નજીક રુટલેન્ડ એવન્યુ પરના એક મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે પુષ્ટિ કરી નથી કે દરોડો હોસ્પિટલમાં વિસ્ફોટ (Liverpool Women Hospital Blast) સાથે સંબંધિત હતો કે કેમ.

લોકો શું કહે છે? 

આ ઘટના બાદ હોસ્પિટલમાં હાજર લોકો ખૂબ જ ડરી ગયા છે. કાર્લ બેસન્ટ નામના વ્યક્તિના પત્નીએ બાળકને જન્મ આપ્યો છે, તેથી તે ઘટના સમયે હોસ્પિટલમાં હતો. તે કહે છે, ‘આ ઘટના બાદ મારો પાર્ટનર ચોંકી ગયો હતો. વિસ્ફોટ અમારી ખુબ જ નજીક થયો હતો. તે સમયે તે બાળકને સ્તનપાન કરાવતી હતી (Terror Attack in UK). ત્યારે જ અમે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો, પછી બારી બહાર જોયું. તો કારમાં આગ લાગી હતી અને કોઈ વ્યક્તિ તેમાંથી કૂદી પડ્યું હતું. તે બૂમો પાડી રહ્યો હતો અને કારની અંદર કોઈ હતું. આ પછી હોસ્પિટલ બંધ થઈ ગઈ, કોઈને બહાર જવાની કે અંદર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

 

આ પણ વાંચો: જો તમે વિદેશમાં સ્થાયી થવા માગતા હો તો આ દેશ તમને રહેવા માટે સામેથી આપશે પૈસા !

આ પણ વાંચો: ખુશખબર! આ ખેડૂતોને મળશે 2 હજારને બદલે 4 હજાર રૂપિયા, આ રીતે લીસ્ટમાં ચેક કરો તમારૂ નામ

Published On - 5:41 pm, Tue, 16 November 21

Next Article