Blast in Turkey: તુર્કીના ઈસ્તાંબુલમાં મોટો બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત, આસપાસના વિસ્તારમાં હડકંપ

|

Apr 19, 2022 | 6:57 AM

તુર્કીના (Turkey) ઈસ્તાંબુલના બેયોગ્લુ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. અહેવાલો અનુસાર બ્લાસ્ટ બાદ લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

Blast in Turkey: તુર્કીના ઈસ્તાંબુલમાં મોટો બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત, આસપાસના વિસ્તારમાં હડકંપ
Blast In Turkey

Follow us on

તુર્કીના (Turkey) ઈસ્તાંબુલ શહેરના બેઓગ્લુ જિલ્લામાં બ્લાસ્ટ  (Blast in Istanbul) થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટ બાદ સાવચેતીના ભાગરૂપે લોકોને સ્થળ પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. તમને જણાવવું રહ્યું કે, જ્યાં વિસ્ફોટ થયો હતો તે સ્થળની નજીક રહેતા લોકોને સુરક્ષા કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ (Blast in Turkey) એટલો મોટો હતો કે તેનો અવાજ દૂર- દૂર સુધી સંભળાયો.

હંમેશા આતંકવાદીઓના નિશાન પર તુર્કી

બેઓગ્લુ જિલ્લામાં બ્લાસ્ટની માહિતી મળતા જ એમ્બ્યુલન્સ અને સુરક્ષા કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતા. બ્લાસ્ટના કારણે હાલ ચારેબાજુ ભયનો માહોલ છવાયો છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં સ્થળ પર હાજર ટીમ બ્લાસ્ટનું સાચું કારણ શોધવા માટે કામ કરી રહી છે. તુર્કીનું ઈસ્તાંબુલ શહેર ખૂબ જ સુરક્ષિત શહેર માનવામાં આવે છે. તુર્કીનું ઈસ્તાંબુલ શહેર ખૂબ જ સુરક્ષિત શહેર માનવામાં આવે છે. જો કે, તુર્કી હંમેશા ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે. અહીં ભૂતકાળમાં પણ ઘણા શહેરો બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ મચાવી ચૂક્યા છે, જેમાં સેંકડો લોકોના મોત થયા છે.

2015માં થયેલા બ્લાસ્ટમાં 95 લોકો માર્યા ગયા હતા

આ પહેલા ઓક્ટોબર 2015માં તુર્કીની રાજધાની અંકારા બોમ્બ ધડાકાથી હચમચી ગયું હતું. તે દરમિયાન આતંકી હુમલામાં 95 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. અંકારામાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્ફોટ એવા સમયે થયા હતો જ્યારે તુર્કી સરકાર અને કુર્દિશ અલગતાવાદીઓ વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તુર્કી સરકારે આ હુમલાઓને આતંકવાદી ઘટના ગણાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ

Next Article