Black Money રાખવા વાળાનો થશે ખુલાસો, ભારતને આ મહિને મળશે સ્વિસ બેન્ક ખાતાની જાણકારી

|

Sep 13, 2021 | 9:08 AM

સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ વખત ભારતીય નાગરિકોની માલિકીની સ્થાવર મિલકતની સંપત્તિની માહિતી શેર કરવા માટે સંમત થયું છે

Black Money રાખવા વાળાનો થશે ખુલાસો, ભારતને આ મહિને મળશે સ્વિસ બેન્ક ખાતાની જાણકારી
Swiss Bank

Follow us on

Black Money: કાળા નાણાં ધારકો માટે ખરાબ સમાચાર. સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) સ્વિસ બેંક (Swiss bank) માં ખાતા ધરાવતા ભારતીયોની માહિતી આ મહિને ભારતને સોંપશે. ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફર્મેશન (AEOI) હેઠળ ભારતને ભારતીય નાગરિકોના બેંક ખાતાની વિગતો ધરાવતો ડેટાનો ત્રીજો હપ્તો મળશે.

તેમાં વિદેશમાં ભારતીય નાગરિકોની માલિકીની સ્થાવર મિલકતની વિગતો પણ પ્રથમ વખત સામેલ થશે. સ્વિટ્ઝરલેન્ડ ત્રીજી વખત ભારત સાથે ડેટા શેર કરશે. અગાઉ, તેમણે સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2020 આ માહિતી શેર કરી હતી.

વિદેશમાં રોકાયેલા કાળા નાણાં સામે ભારત સરકારની લડાઈમાં આ એક મહત્વનું પગલું છે. ભારત સપ્ટેમ્બરમાં સ્વિટ્ઝર્લન્ડમાં ભારતીયોના ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ્સ અને સંયુક્ત માલિકીની સ્થાવર મિલકતની સંપૂર્ણ વિગતો પણ મેળવશે. આ સાથે, આવી મિલકતોમાંથી આવકની માહિતી પણ ઉપલબ્ધ થશે. આ દેશને તે સંપત્તિ સાથે સંકળાયેલી કર જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતને ત્રીજી વખત સ્વિસ બેંક ખાતાની માહિતી મળશે
આ ત્રીજી વખત બનશે જ્યારે ભારતને સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયોના બેંક ખાતા અને અન્ય સંપત્તિઓ વિશે વિગતો મળશે. પરંતુ, આ પ્રથમ વખત બનશે કે ભારત સાથે જે માહિતી શેર કરવામાં આવી રહી છે તેમાં સ્થાવર મિલકતની માહિતી સામેલ હશે.

નહીં મળશે આ માહિતી
સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ વખત ભારતીય નાગરિકોની માલિકીની સ્થાવર મિલકતની સંપત્તિની માહિતી શેર કરવા માટે સંમત થયું છે. નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને દાન અથવા યોગદાન અથવા ડિજિટલ ચલણમાં રોકાણ જેવી માહિતી હજુ પણ AEOI કરારમાંથી બાકાત છે.

તમને જણાવી દઈએ કે ભારતને પ્રથમ વખત સપ્ટેમ્બર 2019 માં સ્વિટ્ઝરલેન્ડથી ડેટા મળ્યો હતો. તે વર્ષે ભારત આવી માહિતી મેળવનારા 75 દેશોમાં સામેલ હતું. આ પછી, સપ્ટેમ્બર 2020 માં, ભારતે 85 અન્ય દેશો સાથે બીજી વખત તેના નાગરિકો અને સંસ્થાઓના સ્વિસ બેંક ખાતા પર ડેટા મેળવ્યો.

નિષ્ણાતો અને સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાણ આકર્ષવાના વ્યવસાયમાં રોકાયેલા લોકોએ કહ્યું કે આ પગલું ગેરકાયદેસર સ્વિસ મિલકતોમાં વહેતા તમામ નાણાં વિશે ગેરસમજો દૂર કરવામાં મદદ કરશે. આ દેશને ફિક્સ્ડ એસેટ્સમાં રોકાણ સહિત પસંદગીના રોકાણ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં ઘણું આગળ વધશે.

આ પણ વાંચો: Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર

આ પણ વાંચો: હવે તમારા ONLINE TRANSACTION ને મળશે વીમાનું કવચ , IRDAI એ CYBER INSURANCE સંબંધિત નવા નિયમો જારી કર્યા , જાણો વિગતવાર

Next Article