Breaking News : ઈરાન છોડો… ભારતીયોની સુરક્ષા માટે એમ્બેસીનો ‘મોટો નિર્ણય’, નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આપી સલાહ

ઈરાનમાં હાલની અશાંતિ અને સુરક્ષાના કારણોસર ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈરાનની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, ત્યાં કંઈક મોટું થવાનું છે.

Breaking News : ઈરાન છોડો... ભારતીયોની સુરક્ષા માટે એમ્બેસીનો મોટો નિર્ણય, નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આપી સલાહ
| Updated on: Feb 23, 2026 | 6:59 PM

ઈરાનની સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી છે. આ સાથે જ જણાવ્યું છે કે, સુરક્ષાની દ્રષ્ટિએ બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખે અને કોમર્શિયલ ફ્લાઈટ્સ તેમજ પરિવહનના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને દેશ છોડી દે.

વિદ્યાર્થીઓનું સરકાર વિરુદ્ધ ‘પ્રદર્શન’

નોંધનીય છે કે, તેહરાનમાં ફરી એકવાર નવા છેડેથી થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને ઈરાન પર અમેરિકી સૈન્ય હુમલાની વધી રહેલી આશંકાઓને જોતા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતના લોકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કર્યા હતા, જે ગયા મહિને પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી ક્રૂર કાર્યવાહી બાદ આ પ્રકારનું પહેલું આંદોલન હતું.

10,000 થી વધુ ‘ભારતીયો’ ઈરાનમાં

જાન્યુઆરીમાં સત્તાવાર અંદાજ મુજબ, વિદ્યાર્થીઓ સહિત 10,000 થી વધુ ‘ભારતીયો’ ઈરાનમાં રહી રહ્યા હતા. દૂતાવાસે જણાવ્યું હતું કે, “ઈરાનમાં હાજર ભારતીય નાગરિકો (વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને પ્રવાસીઓ) ને સલાહ આપવામાં આવે છે કે, તેઓ કોમર્શિયલ ફ્લાઈટ્સ સહિત ઉપલબ્ધ પરિવહન સાધનો દ્વારા ઈરાન છોડી દે.”

આ સાથે જ દૂતાવાસે એ પણ કહ્યું કે, તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળની વ્યક્તિઓએ (PIO) પૂરતી સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શનો કે રેલીઓ વાળા વિસ્તારોથી બચવું જોઈએ અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ.

એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું?

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકોને વિનંતી છે કે, તેઓ પોતાના પાસપોર્ટ અને ઓળખ પત્ર સહિતના મુસાફરી તેમજ ઈમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો પોતાની પાસે રાખે.” આમાં વધુમાં જણાવાયું છે કે, “તેમને વિનંતી કરવામાં આવે છે કે, આ બાબતે કોઈપણ સહાય માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.”

Breaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન,નેપાળમાં ગુપ્ત બેઠક મળી